આ વર્ષે દિવાળી 31 ઑકટોબરે આવી રહી છે. આ સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાનમાં ફરીથી પલટો આવી શકે છે. જોકે તેમણે એવું પણ કહ્યું છે કે હવામાનમાં આવતા પલટાને કારણે કદાચ વરસાદ ન પણ આવે અને દિવાળી પર વાતાવરણ ચોખ્ખુ પણ રહી શકે છે. જો કે અત્યારે અલગ-અલગ મોડલોનું પ્રિડિકશન છે. તે મુજબ દિવાળી પર વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે.
જેથી આગામી 30 અને 31 ઑકટોબર તેમજ પહેલી નવેમ્બરના રોજ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આ 3 દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાંપટા વરસી શકે છે. હાલ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. જેને કારણે કારણે તાવ, શરદી અને ઉધરસના કેસ જોવા મળશે. જ્યારે આગામી 5 નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ જશે.
પરેશ ગૌસ્વામીએ તાપમાન પવન અને ઝાકળની માહીતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષ ઓક્ટોબર દરમિયાન તાપમાનને રેકોર્ડ તોડયો છે અત્યારે સરેરાશ તાપમાન ૩૫ થી ૩૯ ડીગ્રી સુધી પહોંચવા આવ્યું છે આગામી ૩ દિવસ ગુજરાતમાં ગરમી ઉકળાટ નું પ્રમાણ વધશે, ગુજરાતમાં ખાસ કરીને ઉનાળું જેવી ગરમી જોવાં મળે તેવી શક્યતા છે. ગુજરાતમાં ભેજવાળા પવનો આવી રહ્યા છે જેનાં કારણે રાજ્યમાં ઝાકળ વરસાદ જોવા મળે છે.
આગામી ૨ દિવસ સુધી હજું કચ્છમાં, સૌરાષ્ટ્રમાં પશ્ચિમ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ઝાકળ વરસાદ જોવા મળશે. પવનની વાત કરીએ તો ઉત્તર દિશામાં ધીમી ગતિએ પવન જોવા મળી રહ્યો છે આગામી ૫ નવેમ્બર સુધી અઆ રીતે નોર્મલ ઝડપથી પવન જોવા મળશે. ધીરે ધીરે ગુજરાતમાં હળવી ઠંડી રાત્રે પડી રહી છે ૫ તારીખ થી થોડું જોર વધશે અને ઉત્તર ભારતમાં ઠંડીનું આગમન થશે ત્યાંર બાદ ગુજરાતમાં ઠંડી નો ચમકારો જોવા મળશે તેવી આગાહી પરેશ ગૌસ્વામીએ કરી છેઃ