ઓસ્ટ્રેલીયન ચણા મોટી માત્રામાં આયાત થઈ રહ્યા છે, પરંતુ નવા સોદા કરવામાં પડતર ઉંચી આવતી હોવાથી વેચાણકર્તાએ ભાવમાં રૂ.૧૦૦નો વધારો કરી દીધો છે. જેને પગલે દેશી ચણાની બજારમાં પણ ભાવ રૂ.૨૫થી ૫૦ વધી ગયા હતા. ચણાની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.
રાજકોટમાં દેશી ચણાની ૫૫૦ કટ્ટાની આવક હતી અને ભાવ ગુજરાત મિલ્સ ૩માં રૂ.૧૧૮૦થી ૧૨૩૦, સુપર-૩માં રૂ.૧૨૩૦થી ૧૨૫૦, કાટાવાડામાં રૂ.૧૧૦૦થી ૧૩૫૦ હતા. કાબુલી ચણામાં ૨૫૦ કટ્ટા ની આવક હતી અને ભાવ બીટકીમાં રૂ. ૧૧૦૦થી ૧૨૭૦, રૂ.૧૨૦૦થી એવરેજ વીટમાં ૧૫૫૦, રૂ.૧૨૫૦થી ૧૯૫૦, સુપર રૂ.૨૦૫૦ થી ૨૫૫૦ હતા.
રાજકોટમાં ચણા ના ભાવ વેરહાઉસ બેઠા રૂ.૬૩૦૦, કોલ્ડના રનિંગ ક્વોલિટીના રૂ.૬૩૫૦ અને બેસ્ટ ક્વોલિટી રૂ.૬૪૦૦ના ભાવ હતા.
નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનનાં ચણાનો ભાવ રૂ.૬૭૨૫ અને એમ.પી. લાઈનનો ભાવ રૂ.૬૬૨૫ હતો. ભાવમાં રૂ.૨૫નો વધારો જોવા મળ્યો હતો. તાન્ઝાનિયાનાં આયાતી નવા ચણાનાં ભાવ રૂ.૬૧૦૦ હતા. ઓસ્ટ્રેલિયાના ભાવ રૂ.૬૨ ૫૦ હતા. સુંદાન કાબુલીનો ભાવ રૂ.૬૯૦૦ હતો.
હાજર બજારમાં ચણાના ભાવ આકોલા દેશીમાં રૂ.૬૫૫૦થી ૯૫૭૫, લાતુર મિલ ક્વોલિટીના ભાવે રૂ.૬૪૫૦થી ૬૫૫૦ હતા. રાયપુર દેશીમાં રૂ.૬૪૦૦-૬૪૫૦ અને મહારાષ્ટ્ર લાઇનનો ભાવ રૂ.૬૬૦૦-૬૬૫૦ હતા.
ઇન્ડોર કાંટાવાળા ના રૂ.૬૬૫૦ ભાવ હતાં. ઈન્દોર કાબુલી ચણાનો ભાવ ૪૨-૪૪ કાઉન્ટમાં રૂ.૧૪,૩૦૦ હતો. ૫૮-૦૦ કાઉન્ટનો ભાવ રૂ.૧૧,૯૦૦ ક્વોટ થતો હતો. ભાવમાં સ્થિરતા હતી.