ધંઉની બજારમાં નીચી સપાટી પર ભાવ રસ્ટેબલ રહ્યાં હતા. ગુજરાતમાં ઘઉંની આવકો ઓછી છે અને નવા ઘઉની છૂટક આવકો હજી પખવાડિયા બાદ શરૂ થાય તેવી ધારણા છે. મધ્યપ્રદેશમાં નવા ઘઉંની આવકો ચાલુ થઈ ગઈ છે અને છૂટક-છુટક બે-પાંચ બોરીઓ આવી રહી છે. દર્શક દિવસમાં ત્યાં આવુ વધે તેવી ધારણાં છે. આ વર્ષે સમગ્ર દેશમાં ઘઉંની આવકો શિવરાત્રી બાદ કુંભ મેળો પરો થયા બાદ જ વધે તેવી ધારણા છે.
અમદાવાદની મિલોના ભાવ રૂ.૩૧૦૦, બરોડાની મિલોના ભાવ રૂ.૩૧૧૦ અને સુરતની મિલો રૂ.૩૧૮૦ હિંમતનગરનાં રૂ.૩૧૦૦ના ભાવ હતાં.
રાજકોટમાં ધંઉની કુલ ૭૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબર ક્વોલિટીમાં રૂ.૫૬૫ થી ૫૭૫, એવરેજ રૂ.૫૮૦થી ૬૨૦, સારી ક્વોલિટીમાં રૂ.૬૩૦થી ૬૬૦ હતા.ગોંડલ યાર્ડમાં ૭૫૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૫૬૯થી ૬૫૬ અને ટૂકડામાં રૂ.૫૪૮થી ૬૭૬ હતા.
હિંમતનગરમાં ૫૦ ગુણીની આવક હતી અને ભાવ મિલ ક્વોલિટીમાં રૂ.૫૭૦, મિડીયમમાં રૂ.૬૦૦થી ૬૨૦ અને સારી સારી ક્વોલિટી માં રુ.૬૪૦ ભાવ હતા.વૈશ્વિક ઘઉંની બજારમાં ઘટાડો હતો. બેન્ચમાકૅ શિકાગો ઘઉં વાયદો ૧9 સેન્ટ ઘટીને ૫.૫૫ ડોલરની સપાટી જોવા મળી હતી. ઘઉં ભાવમાં સપ્તાહમાં બે ટકા જેવા વધ્યાં હતા.