ધાણાના વાયદામાં રુ.200નો વધારો, ઈદને કારણે ધાણામાં તેજી આવશે,મણે20 નો વધારો આવો
ધાણાની બજારમાં મજબુતાઈ હતી અને ભાવમાં મણે રૂ.૧૦થી ૨૦નો સુધારો થયો હતો. ત્રણ દિવસની રજા બાદ ધાણામાં બજારો સુધયા હતા અને એક જ દિવસમાં રૂ.૨૦૦નો વધારો થયો હતો.
ધાણા વાયદામાં ત્રણ દિવસની રજા બાદ એક જ દિવસમા રુ.૨૦૦ નો ઉછાળો
ધાણાનાં વેપારીઓ કહે છેકે આવકો ઓછી છે અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી હવે વધે તેવા સંજોગો નથી. ગુજરાત-રાજસ્થાન બંને રાજ્યોમાં પાણાની વેચવાલી હવે ઓછી આવી રહી છે. જો બજારો બહુ વધે તો જ હવે સ્ટોકનાં માલ આવશે. નહીંતર ધીમે- ધીમે જ બજારમાં વેચવાલી રહેવાની ધારણા છે.
ધાણામાં આગામી મહિને ઈદ હોવાથી તેની ગલ્ફ દેશોની માંગ પણ થોડી જોવા મળી રહી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. ધાણાની બજારમાં વાયદાની ચાલ કેવી રહે છે તેનાં ઉપર હાજરનો આધાર રહેલો છે. ધાણાનાં નિકાસ ભાવ સૌરાષ્ટ્ર ઈગલ ક્વોલિટીમાં મશીનમાં ३.૭૬૦૦, શોર્ટેક્સ રૂ.૭૭૫૦, સ્પીલ્ટ ક્વોલિટીમાં મશીનક્લીન રૂ.૬૯૦૦ અને શોર્ટેક્સ રૂ.૭૦૫૦ હતા. જુના કોપનાં ભાવ મશીન ક્લીનમા રૂ.૭૩૦૦ના છે.
શિયાળું સિઝને પાકેલ લગભગ જણસીઓની આવકનો ફૂલો ધીમો ધાણા ધાણીમાં હાલની ટકેલી બજારથી ખેડૂતોની ધીમી ગતીએ વેચવાલી આવી રહી છે. ધાણામાં આવકોનું કોઈ મોટું પ્રેસર નથી, કારણ ગત વર્ષની તુલનાએ ધાણાનું ૫૦ ટકા વાવેતર કાપ અને પ્રતિકુળ હવામાનથી દેશમાં કુલ ઉત્પાદન પણ ઘટયું છે. નવા પાણામાં સિઝન પ્રારંભે બજારો ઉંચી ખુલવાથી ખેડૂતો થાણામાં સતત વેચવાલ હતાં, તેથી અત્યાર સુધીમાં ગુજરાત ખાતે નવા-જુનાં
ધાણા કુલ મળીને ૩૦ લાખ ગુણી માલ બજારમાં ઠલવાઈ ગયાનું વેપારી વર્તુળો કહે છે. સિઝન પ્રારંભે પ્રતિ ૨૦ કિલો સારા પાણામાં રૂ.૧૭૦0 થી રૂ.૧૮૦૦ ભાવ હતો, તે ઘટીને રૂ.૧૪૦૦ થી રૂ.૧૫૦૦ની સપાટીએ છે. ટુંકમાં અઢી ત્રણ મહિનામાં પ્રતિમણ રૂ.૩૦૦ બજાર પટી છે. એગાઉનાં વર્ષની તુલનાએ ધાણા અને ધાણી એક એવી જણસી હતી કે એની ખુલતી સિઝને આવકનાં વધારા સામે બજાર પટવાને બદલે રાજ્ય બહારની ખરીદીને લીધે બજારમાં કરંટ આવ્યો હતો. જુના ધાણાની પાઇપ લાઇન ભરેલી હતી. તેથી આજની તારીખે નવા સાથે જૂના ધાણાની વેચવાલી ધીમી ગતિએ આવી રહી છે. જૂના ધાણા અને
નવા ધાણા વચ્ચે પ્રતિમણ રૂ.૨૦૦ > થી રૂ.૩૦૦નો તફાવત છે. માર્ચ મહિનાની પ્રારંભે ગુજરાતનાં પીઠાઓની કુલ આવકો ગણીએ તો. 1 લાખ બોરી આસપાસની હતી. ગુજરાતમાં આવડો छटीने મહિનાની પ્રારંભે ૧૮ હજાર थी ૨૦ હજાર બોરીની હતી. ચોમાસું દરવાજે ટકોરા મારી રહ્યું છે, ત્યારે સિઝન વાવેતરનાં ખર્ચને પહોંચી વળવા માટે અને બજારમાં સામાન્ય કરંટથી ધાણામાં ખેડૂતોની વેચવાલીથી છેલ્લા એકાદ સપ્તાહથી આવકો વધીને ૨૩ હજાર થી ૨૫ હજાર બોરીએ પહોંચી છે.
ધાણામાં હાલ લોકલ મસાલાની સિઝન પૂરી થઈ છે, એમ મસાલા કંપનીઓની માંગ પણ પુરી થઈ ચુકી છે. તેથી મર્યાદિત લેવાલીએ ભજારો ટકેલી છે. મસાલા માર્કેટનાં કેટલાક વેપારીઓના કહેવા મુજબ હાલની બજાર ધાણાનું તળીયુ કહી શકાય. હવે વિદેશી નિકાસનો સપોર્ટ અને માપેમેળે આવકો રહેશે તો બજારમાં કરંટ દેખાશે. આ વર્ષની રવી સિઝન દરમિયાન ધાણાનું વાવેતર ઘટવા સામે પ્રતિકુળ હવામાનની અસર હેઠળ લગભગ વિસ્તારનાં ખેડૂતોનાં કહેવા મુજબ વૃીધા વરાળે ઉતારામાં ૨૦ ટકા થી ૪૦ ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. માર્ચ પ્રારંભનાં માવઠાં પહેલા લગભગ ખેડૂતોએ પાણો હાથવગો કરી લીધો હતો. એટલે ભાગ્યે જ કોઈ વિસ્તારમાં ભગાડ આવ્યો હતો.
ધાણામાં નવી નિકાસ માંગ આવે તો કરંટ દેખાશે…
જામજોધપુર યાર્ડ ખાતેથી રઘુવીર ટ્રેડીંગનાં અમિષભાઇ કહે છે કે ૨૧ મે મંગળવારે ૫૦૦ ગુણી જુના ઘાણાની આવક સામે રૂ.૧૫૦૦ થી રૂ.૧૩૫૦ ભાવ હતો, નવા ઘાણામાં ૩૦૦૦ બોરીની આવક સામે બજાર રૂ.૧૪૦૦ થી રૂ.૧૫૯૦ હતી. ધાણીમાં રૂ.૧૪૦૦ થી રૂ.4૭૦૦ ભાવે વેપાર હતા. આગામી દિવસોમાં નિકાસ માંગ નીકળે તો પ્રતિકિલો રૂ.૮ થી રૂ.૧૦નો સુધારો થઇ શકે છે. ગોંડલ યાર્ડ ખાતેથી કૃષિધન ટ્રેડીંગનાં યોગેન્દ્રભાઇ કહે છે કે આજે મંગળવારે ૧૫ હજાર ગુણી આવક સામે ઇગલ અને ઇગલ પ્લસમાં માં રૂ.૧૪૦૦ થી રૂ.૧૪૫૦, સ્કૂટરમાં રૂ.૧૫૦૦ આસપાસ બજાર હતી. પેરોટમાં ક્યારેક નહિવત આવક સામે માલ મુજબ રૂ.૧૭૦૦ થી રૂ.૨૦૦૦નાં ભાવે વેપાર થાય છે.