ધાણાની બજારમા ભાવ મજબૂત રહ્યા હતાં. વિતેલા સપ્તાહમાં વાયદામાં સુધારો હોવાથી હાજરમાં શનિવારે અને આવકો સતત થર્ટી રહી અમુક ક્વોલિટીમાં રૂ.પથી ૧૦નો સુધારો હતો.
ધાણાના વેપારીઓ કહે છેકે હવે બજારો સુષ્ક બની ગઈ છેઅને કોઈ નિકાસ માંગ કે લોકલ માંગ પણ નથી. ધાણામાં મોટી તેજી- મંદી ન હોવાથી વેપારો પણ ઘટ્યા છે. પાલાનો સ્ટોક હજી પણ સારો એવો પડયો છેઅને કેરીઓવર સ્ટોક ૭૦થી ૩૫ લાખ બોરીમાંથી હજી ૨૫થી ૩૦ લાખ બોરી માંડ નીકળ્યો છે, જેને કારણે જેવા ભાવ વધે છે એવી આવકો વધી જતી હોવાથી ટૂંકાગાળા માટે જ્યા સુધી નિકાસ વેપારો ન થાય ત્યાં સુધી બજારમાં તેજી આવે તેવા સંજોગો નથી.
ધાણાનો બેન્ચમાકૅ જુન વાયદો રુ.૭૪૧૬ ની સપાટી પર બંધ રહ્યો હતો.
ધાણાનાં નિકાસ ભાવ સૌરાષ્ટ્ર ઈગલ ક્વોલિટીમાં મશીનમાં રૂ.૭૪૫૦, શોર્ટેક્સ રૂ.૭૫૫૦, સ્પીલ્ટ ક્વોલિટીમાં મુશલીન રૂ.૬૭૫૦ અને શોટેક્સ રૂ.૬૯૦૦ હતા. જૂના કોપનાં ભાવ મશીન ક્લીનમા રૂ.૭૧૫૦ના છે. નિકાસ ભાવમાં સ્થિરતા હતી.