ધાણાની ધરાગી નિકળતા ભાવમાં વધારો
ધાણાની બજારમાં ડોમેસ્ટિક ધરાકી થોડી નીકળતાં બજારને થોડો ટેકો મળે તેવી ધારણા છે.હાદરમા આવકો ખાસ નથી સમગ્ર ગુજરાતની એવરેજ આવકો હવે ૧૦થી ૧૨ હજાર બોરી આસપાસ સ્ટેબલ થઈ ગઈ છે. આગામી દિવસોમાં જો કોઈ વધારે વેપારો આવશે અથવા તો વાયદામાં સુધારો આવશે. તો ધાણાની બજારમાં સુધારાની સંભાવના છે.
ધાણાની બજાર કેવી રહેશે
ધાણાનાં વેપારીઓ કહે છેકે હવે આવકો પટવા લાગી છે અને ગુજરાતમાં ૪૦ હજાર બોરી આસપાસની આવકો સંપન્ન થઈ ચૂકી છે, જેમાં જુના ધાણાની જે આવક થઈ તે પણ આવી ગય છે જુના ધાણામાં પણ સાઉથની ડિમાન્ડ છે પરંતુ કોઈ મોટી માત્રામાં લેવાલી નથી. ધાણામાં આ લેવલથી કોઈ મોટી મંદીના ચાન્સ નથી. વાયદા વધશે તો હાજરમાં આપો આપોઆપ સુધારો આવી શકે છે. હજી આ મહિનો ટૂંકી વજ્રઘટનો રહેશે. પંરતુ ઓગસ્ટમાં આયાતી ધાળા કેવા આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.
ધાણાનો બેન્ચમાકૅ વાયદો રુ.૪૨ વધીને રૂ.૭૨૪૬ ની સપાટી પર બંધ રહ્યો હતો.
ધાણાનાં નિકાસ ભાવ સૌરાષ્ટ્ર ઈગલ ક્વોલિટીમા મશીનમાં રુ.૭૩૦૦, શોર્ટકર્ટ્સ રુ.૭૪૦૦, સ્પીલ્ટ ક્વોલિટીમા મશીન ક્લીન રુ.૬૬૫૦ અને શોર્ટકર્ટ્સ રુ.૬૮૦૦ હતા.જુના ક્રોપ ના ભાવ મશીન ક્લીન માં રુ.૭૧૦૦ ના હતાં.નિકાસ ભાવમાં રૂ.૫૦ ધટયા હતાં જોકે આ ધટાડો જુના ધાણામાં હતોં.