ધાણામાં નાણાભીડની અસરે વાયદા અને હાજરમાં સતત ઘટાડો, ધાણાના ભાવ વધશે કે નહીં જાણો..
ધાણામાં એકધારી મંદીનો માહોલ સર્જાયો છે. જીરૂની ઐતિહાસિક તેજી બાદ સર્જાયેલી નાણાભીડમાં ધાણાના વેપારીઓ ફસાયા હોઈ પાણામાં હાલ કોઈ લેવાલીનું જોર નથી. વાયદામાં પણ દરરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે વાયદા ૧.૩૦ થી ૧.૪૦ ટકા ઘટયા હતા. મે વાયદો રૂા.૧૦૨ અને જુન વાયદો રૂ. ૯૬ ધટયા હતાં.
ધાણાના અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દરે વર્ષે મે મહિનામાં ધાણાની જે આવક રહે છે તેટલી જ આવક છે પણ સખત નાણાભીડ હોઈ કોઈને ધાણા ખરીદવામાં રસ નથી. ગુજરાતમાં ચાલું વર્ષે ધાણાનો પાક ૪૦ લાખ ગુણી થવાની ધારણા છે તેની સામે ૩૨ થી ૩૩ લાખ ગુણીની આવક થઈ ચૂકી છે. પણ ખેડૂતો પાસે હજું જુના ધાણાનો ૫ લાખ ગુણીનો સ્ટોક હોવાની ધારણા છે.
જીરૂમાં સર્જાયેલી નાણાભીડમાં ફસાયેલા ધાણાના વેપારીઓની નબળાઇથી સુસ્તી
ધાણાની નિકાસ માગ અગાઉના વર્ષની સરખામણીમાં એકદમ ઓછી છે હાલ મુન્ડા પોટૅ ડિલિવરી ધાણાના નિકાસ વેપારો પ્રતિ કિલો એ રુ.૯૬ થી ૭૭ માં થાય છે.
ગુજરાત માર્કેટ યાર્ડમાં ગયા સપ્તાહમાં ધાણાની આવક ૧૩ થી ૧૪ હજાર ગુણી ની હતી. ધાણાના ભાવ ઈગલ ચાલીના રૂ.૧૩૫૦ થી ૧૩૭૫ , ઈગલ સારી ક્વોલિટીના રૂ.૧૩૮૦ થી ૧૪૨૫, કવોલીટીના રૂા.૧૫૦૦, ધાણીના રૂા.૧૫૫૦ અને કલરવાળા બેસ્ટ પાણાના રૂ।.૧૮૦૦ થી ૨૦૦૦ બોલાતા હતા.