ધાણામાં વાયદા સુધરતા હાજરમાં પણ મણે રૂ.૧૦થી રૂ.૨૦નો સુધારો જોવાયો, ધાણામાં તેજી આવશે

ધાણામાં વાયદા સુધરતા હાજરમાં પણ મણે રૂ.૧૦થી રૂ.૨૦નો સુધારો જોવાયો, ધાણામાં તેજી આવશે

ધાણામાં મણે રુ.10 થી 20 નો વધારો 

ધાણામાં વાયદા પાછળ હાજરમાં પણ મળે રૂ.૧૦થી ૨૦નો સુધારો થયો હતો. ગુજરાત અને રાજસ્થાનમાં ધાણાની આવકો હવે ઘટવા લાગી છે. રાજસ્થાનની રામગંજ મંડીમાં ૫૫૦૦ બોરીની આવક હતી અને ભાવ સ્ટેબલ હતા.

ધાણાની આવકો હવે ઘટવા લાગી હોવાથી માંગ વધે તો ભાવ વધુ સુધરશે
ગુજરાતમાં હાજર બજારમાં વેચવાલી ઓછી છે અને સામે થોડી માંગ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. પાણા વાયદામાં જો લેવાલી આવશે તો હાજરને વધુ ટેકો મળી શકે તેમ છે. ધાણા બેન્ચમાર્ક જૂન વાયદો રૂ.૫૪ વધીને રૂ.૭૪૫૦ની સપાટી પર બંધ રહ્યો હતો. આગામી બે દિવસમાં વાયદામાં બેતરફી મુવમેન્ટની સંભાવનાં દેખાય રહી છે બજારમાં કોઈ મોટી તેજી -મંદી નથી. પરંતુ એક રેન્જમાં ભાવ અથડાયા કરશે.
પાણાનાં નિકાસ ભાવ સૌરાષ્ટ્ર ઈગલ ક્વોલિટીમાં મશીનમાં રૂ.૭૫૫૦, શોર્ટેક્સ રૂ.૭૭૦૦, સ્પીલ્ટ ક્વોલિટીમાં મેશીનકલીન રૂ.૬૮૦૦ અને શોટેક્સ ૨.૯૯૫૦ હતા. જુના ક્રોપ ના ભાવ મશીન ક્લીન માં રૂ.૭૨૫૦ ના હતાં.નિકાસ મજબૂત હતી.

આજના માર્કેટ યાર્ડના ભાવ

આજે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ધાણાના ભાવ ૧૨૫૫ થી ૧૬૨૫ બોલાયા, તો ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ ૮૦૧ થી ૧૮૩૧ બોલાયા. જેતપુર માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ ૧૧૨૬ થી ૧૬૧૧ બોલાયા. પોરબંદર માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ ૧૨૨૫ થી ૧૩૨૫ બોલાયા.
આજે વિસાવદર માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ ૧૦૫૫ થી ૧૩૯૧ બોલાયા, જુનાગઢ માર્કેટમાં ધાણાના ભાવ ૧૨૦૦ થી ૧૪૬૬ બોલાયા.ધોરાજી માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ ૧૨૪૧ થી ૧૩૨૧ બોલાયા. ઉપલેટા માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ ૧૩૦૦ થી ૧૪૦૦ બોલાયા.
આજે અમરેલી માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ ૧૦૧૫ થી ૧૪૧૫ બોલાયા, જસદણ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ ૮૫૦ થી ૧૪૧૫ બોલાયા. સાવરકુંડલામાં ધાણાના ભાવ ૧૦૦૦ થી ૧૪૫૦ બોલાયા. બોટાદ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ ૯૦૦ થી ૧૭૧૦ બોલાયા હતા.
આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 17-05-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
આજે વળિયાળી નો રૂ.6811 રેકોડ બ્રેક ભાવ , વરિયાળી માં મોટી તેજી ,આજના તમામ બજાર ના ભાવ તા-16-05-2024
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up