ધાણા વાયદામાં બુધવારે આવેલી તેજીને પગલે આજે ગુરૂવારે હાજર ભજારમાં દરેક સેન્ટરમાં રૂ.૧૦૦થી ૧૫૦ની તેજી પ્રતિ ૧૦૦ કિલો આવી ગઈ હતી. જોકે આજે વાયદા બહુ વધ્યા ન હોવાથી હાજરમાં હવે વધારો થવો મુશ્કેલ છે. ધાણાના વેપારીઓ કહે છેકે ધાણામાં હજી જોઈએ એવા નિકાસ વેપારો નથી અને સામે વેચવાલી પણ ઓલ ઈન્ડિયા ૨૦થીરપ હજાર ભોરી જેવી આવી રહી છે.
આગામી દિવસોમાં જો નિકાસ વેપારો થોડા વધશે તો ધાણાની બજારમાં ટેકો મળી શકે છે. પાણાની બજારમાં હાલ કોઈ મોટી મુવમેન્ટ હવે ન થવી જોઈએ. થાણા બેન્ચમાર્ક નવેમ્બર વાયદો રૂ.૪ વધીને રૂ.૭૩૦૮અને ડિસેમ્બર વાયદો રૂ.૬૦ મટીને રૂ.૩૪૦૦ હતો. જ્યારે એપ્રિલ વાયદો રૂ.૩૪ ઘટીને રૂ.૮૧૨૬ પર બંધ રહ્યો હતો.
ધાણા નાં નિકાસ ભાવ મુન્દ્રા ડિલીવરીના ઇંગલ ક્વોલિટીમાં મશીનક્લીનના રૂ.૭૮૨૫ અને શોર્ટેક્સનો ભાવ રૂ.૩૯૨૫ હતો. જ્યારે સ્પીલ્ટ ક્વોલિટીમાં મશીન ક્લીનના રૂ.૭૧૦૦ અને શોર્ટેક્સમાં રૂ.૭૨૦૦ના હતા.
રામગંજ મંડીમાં ધાણાની કુલ ૨૫૦૦ બોરીની આવક હતી અને ભાવ બદામીમાં રૂ.૬૨૫૦થી ૬૬૫૦ હતા. ઈગલમાં રૂ.૬૭૦૦થી ૭૦૫૦ અને કલરવાળા માલ રૂ.૭૮૦૦થી ૮૮૦૦ ભાવ હતા.