જીરુંની બજારમાં ધટાડાને બ્રેક લાગી હતી, જોકે ગઈકાલે મહાશિવરાત્રીને કારણે ગુજરાતની તમામ મંડીઓ અને વાયદા બજારો બંધ હતા. પરંતુ નિકાસકારોએ આજે નવા જીરૂના ભાવમાં વધારો કર્યો હતો અને એવરેજ ભાવ રૂ.૫૦થી ૧૦૦ વધ્યાં હતા. જીરૂના વેપારીઓ કહે છે કે નીચા ભાવથી થોડા વેપારી થયા છે અને બીજી તરફ નવું જીરૂ ઘટીને રૂ.૪૦૦૦થી ૪૧૦૦ વચ્ચે ક્વોટ થવા લાગ્યું હોવાથી નિકાસકારોની લેવાલી આવી છે, જોકે આ ભાવથી બહુ મોટી તેજી થાય તેવા સંજોગો નથી અને નીચામાં ભાવ રૂ.૪૦૦૦ સુધી ફરી પહોંચે તેવી સંભાવનાં છે.
ગુજરાતમાં નવા જીરૂની ૨૫ હજારબોરી આસપાસની આવક થાય છે, જેમાં આગામી એકાદ સપ્તાહમાં વધારો થઈને દૈનિક આવક ૪૦થી ૫૦ હજાર બોરીએ પહોંચે તેવી સંભાવના દેખાય રહી છે. જીરૂના પાક માટે અત્યારે વાતાવરણ ખૂબ જ સારૂ છે અને જો ગરમીમાફકસર રહેશે તો જીરૂનો પાક ગુજરાતમાં સારો રહે તેવી ધારણાં છે.
જીરૂની બજારમાં હવે આવકો વધતી જશે, સપ્તાહમાં આવકો વધીને ૪૦ થી ૫૦ હજાર બોરીએ પહોંચશે
રાજસ્થાનમાં જીરૂના પાક માટે ગરમી ખુબ જ મહત્તવનું ફેક્ટર તરીકે કામ કરશે. રાજસ્થાનમાં ૩૦થી ૪૦ ટકા જીરૂના વાવેતર લેઈટ થયા છે અને જો માર્ચ અંતમાં ગરમી વધારે પડશે તો ઉતારામાં ઘટાડો આવે તેવા પુરા સંજોગો છે.
દેશમાં જીરૂના પાકને લઈને હાલ ૮૦થી ૯૦ લાખ બોરી આસપાસના અંદાજ આવે છે, જ્યારે અમુક વર્ગ – અમુક વર્ગ ૭૦ લાખ બોરી અને ઉપરમાં એક કરોડ બોરીના અંદાજો આપે છે. કેરીઓવર મોટા ભાગના વર્ગનો ૨૦થી ૨૫ લાખ બોરી વચ્ચે જ આવી રહ્યો છે .