હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ વરસાદ વિરામ લઈ શકે છે. તેમજ સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. નવરાત્રી દરમ્યાન રાજ્યનાં કેટલાક જીલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. તેમજ રાજ્યનાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે પરેશ ગૌસ્વામીએ ૨૨ થી ૨૭ સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાથે ચોમાસું પણ આ વર્ષ મોડું વિદાય લેશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
પરેશ ગૌસ્વામીની આગાહી મુજબ બંગાળની ખાડીની સિસ્ટમ મધ્ય પ્રદેશ સુધી આવીને ઉત્તર ભારત તરફ આગળ વધી રહી છે જેના કારણે ગુજરાતમાં મધ્ય પ્રદેશ બોર્ડર લાગું વિસ્તારમાં દાહોદ , ગોધરા અરવલ્લી ,મહીસાગર, નમૅદા, બનાસકાંઠા ,સાબરકાંઠા , ભાવનગર, અમરેલી, બોટાદ જેવા વિસ્તારોમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદ હજુ બે દિવસ જોવા મળી શકે છે.જયારે બાકીના વિસ્તારોમાં હવેથી વરાપ જોવા મળશે.
આ સાથે જણાવ્યું કે હવે ગુજરાતમાં દરિયાકાંઠે પવનની ગતિ વધી શકે છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ૧૫ થી ૨૫ કિમી ની ઝડપે પવન ફૂંકાશે સાથે આગામી દિવસોમાં તાપમાનમાં પણ સામાન્ય કરતાં ઉંચું જોવા મળશે તેવી શક્યતા છે.જેના લીધે ઉકળાટ અને બફારા જેવો માહોલ સર્જાઈ શકે છે.
પરેશ ગૌસ્વામીએ ફરી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ૨૦ તારીખ આસપાસ બની શકે છે જેના કારણે ૨૨ થી ફરી ગુજરાતમાં વરસાદ નો રાઉન્ડ આવશે એ પણ સારા વરસાદની સંભાવના છે મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. સાથે વધુ મા જણાવ્યું હતું કે આ વર્ષ નવરાત્રી દરમિયાન પણ ધણા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે ૧ થી ૧૦ ઓક્ટોબર મહિનામાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના પરેશ ગૌસ્વામીએ વ્યક્ત કરી છે.