હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ ફરી 17 નવેમ્બર સુધીમાં હવામાન ઠંડી તાપમાન અને પવનની આગાહી કરી છે. પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે ગુજરાતમાં કોઈ હવામાનમાં ફેરફાર આવે તેવી શક્યતા દેખાઈ રહી નથી. ઠંડીનું પ્રમાણ હવેથી વધશે સાથે લધુત્તમ તાપમાન પણ નીચું આવે તેવી સંભાવના છે વિગત વાર માહિતી મેળવીએ.
પરેશ ગૌસ્વામીએ તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થય છે જેના કારણે હવે ધીરે ધીરે ઠંડીનું જોર વધશે, આગામી 17 નવેમ્બર સુધી ગુજરાતમાં બપોર દરમિયાન મહત્તમ તાપમાન 32 થી 35 ડીગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે તો સાથે રાત્રે લધુત્તમ તાપમાન 20 આસપાસ હવે જોવા મળશે, ધીરે ધીરે લધુત્તમ નીચે આવી રહ્યું છે. ઠંડીનો ચમકારો હવેથી વધશે તેવી આગાહી પરેશ ગૌસ્વામીએ કરી હતી.
પરેશ ગૌસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી 2 દિવસ સુધી હજું ગરમી અને ઉકળાટ નું થોડું જોર રહેશે ત્યાર બાદ સંપૂર્ણ તેમાંથી રાહત મળશે, જ્યારે પવનની વાત કરીએ તો આગામી દિવસોમાં પવનની ગતિ યથાવત્ રહેશે અને ઉત્તર ઉત્તર પૂર્વ ના ભૂર પવન જોવાં મળશે, તેની ગતિ 10 થી 14 આસપાસ રહેવાની સંભાવના છે બાકી ઝાકળ વરસાદ સામાન્ય જોવાં મળશે અમુક વિસ્તારોમાં તેવું અનુમાન છે.
કાશ્મીર ખીણમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે અને નવેમ્બર મહિનાનો લગભગ અડધો સમય પસાર થઈ ગયો છે, પરંતુ હજુ પણ ઉત્તર ભારતમાં ઠંડી નથી. આ સાથે આગામી 4-5 દિવસમાં હવામાનમાં કોઈ મોટા ફેરફારની કોઈ આગાહી નથી અને લોકોએ ઠંડી માટે થોડી વધુ રાહ જોવી પડશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી દિવસોમાં મજબૂત આવશે એટલે ઠંડીમાં વધારો થશે ત્યાં સુધી હળવી ઠંડી જોવા મળી શકે છે.