પરેશ ગૌસ્વામીની અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની સંભાવના છે

પરેશ ગૌસ્વામીની આગાહી
Views: 204

Paresh goswami: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી હતી. તે વેલમાર્ક લો પ્રેશરને કારણે ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આમ તો તેમણે જણાવ્યું 17-18 તારીખથી હળવો રાઉન્ડ શરૂ થઈ જશે. આ રાઉન્ડ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જોવા નહીં મળે,તે મુજબ ગુજરાતમાં બે દિવસથી હળવા થી મધ્યમ વરસાદ પડી રહ્યો છે.

આગામી બે દિવસ ગુજરાતમાં હવે વરસાદ નું જોર વધશે દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે સાથે ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં પણ આગામી દિવસોમાં વરસાદ શરૂ થઈ જાય તેવી શક્યતા છે. જે વિસ્તારમાં વરસાદ નથી પડયો એવાં વિસ્તારમાં પણ આ રાઉન્ડમાં સારા થી ભારે વરસાદની સંભાવના છે.

22 થી 24 તારીખે આટલા વિસ્તારમાં વરસાદ

આજે બપોર બાદ થી ગાજવીજ સાથે વરસાદની શરુઆત થઈ ગઈ છે જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર અમરેલી જુનાગઢ જામનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે મધ્ય પૂર્વ દક્ષિણ ગુજરાતમાં પણ હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે.

25 થી 28 તારીખ અતિભારે વરસાદ

પરેશ ગૌસ્વામીએ તેની યુટ્યુબ ચેનલ દ્વારા આગાહી કરી હતી કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ભારે થી અતિ ભારે વરસાદ નો રાઉન્ડ આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બની ને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને જેમ જેમ ગુજરાત નજીક આવશે તેમ વરસાદના વિસ્તારમાં અને માત્રામાં વધારો થશે.

25 થી 28 તારીખ દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરી છે અમુક વિસ્તારોમાં 10 ઈંચ કરતાં વધુ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા રાજકોટ બોટાદ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા આણંદ દાહોદ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર જિલ્લામાં પણ ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જિલ્લામાં હળવા મધ્યમ ભારે વરસાદની આગાહી કરી છે.

આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમ થી ભારે વરસાદ નું પ્રમાણ રહેલું છે વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નમૅદા ડાંગ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે કચ્છમાં રાપર ભુજ ભચાઉ ગાંધીધામ મુદ્રા માંડવી નલીયા દરીયા કિનારાના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે બાકીના વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ રાઉન્ડમાં સારા વરસાદની સંભાવના છે સાથે સાવૅત્રીક વરસાદની આગાહી પરેશ ગૌસ્વામીએ કરી હતી.

આજે બપોર બાદ મેધ-તાંડવ, આટલાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી
થરાદ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ /tharad apmc rate /jeera bhav / 22-08-2024 ના થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up