હાલ રાજ્યમાં ગરમી-ઉકળાટથી લોકો પરેશાન થઇ રહ્યા છે. સાથે જ રાતના સમયે થોડીક ઠંડી અનુભવાઇ રહી છે. એટલે કે ક્યાંકને ક્યાંક મિક્સ ઋતુ અનુભવાઇ રહી છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે? તે અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, ક્યાં સુધી આ મિક્સ ઋતુનો સામનો કરવો પડશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું કે, દિવસ દરમિયાન ગરમી-ઉકળાટ જોવા મળશે અને રાત્રિનું તાપમાન હવેથી નીચું જોવા મળશે. અત્યારે હવામાનના મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો તફાવત અનુભવવાનું શરૂ કરી દીધું છે. આ પરિસ્થિતિનો સામનો આપણે આવનારા એક અઠવાડિયા દરમિયાન કરવો પડશે.
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે આગામી ૫ નવેમ્બર સુધી વાતાવરણમાં કોઈ મોટા ફેરફારો નહીં જોવા મળે, સાથે વરસાદની કોઈ સંભાવના નથી, તાપમાન આગામી દિવસોમાં હવે ધીરે ધીરે નીચે આવશે, ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા છે ઠંડીનું પ્રમાણ ૫ તારીખે થી વધશે.
૧ થી ૭ નવેમ્બરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે , બંગાળના ઉપસાગર વાવાઝોડાની અસર ને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે.૭ નવેમ્બરમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે તેવું અનુમાન છે.૨૯ થી ૩ ડિસેમ્બર સુધીમાં ઠંડીમાં વધારો થશે. ૨૨ ડિસેમ્બરમાં ભયંકર ઠંડી પડશે.