ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 માસ દરમિયાન વરસેલા અનુરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ પરિસ્થિતિમાં જગત ના, તાત ને આર્થિક નુકસાની માં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ₹350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે
પાક સહાય યોજના 2024
રાજ્યના કૃષિ મંત્રી દ્વારા કૃષિ સહાયક પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે. જેની અંદર ખેડૂતોને ઉભા પાક ની અંદર જે નુકસાન થયેલું છે તેના માટે રૂપિયા 350 કરોડનું સરકાર દ્વારા સહાય પેકેજ 1.5 લાખ ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલું છે.
ખેડૂતોને આ નુકસાન માટે જેને 33% કે તેનાથી વધુ નુકસાન થયેલું છે તેમને બે હેક્ટરની મર્યાદા ની અંદર રૂપિયા 11,000 બીન પીયતમાં અને પિયત પાકોની અંદર રૂપિયા 22,000 બે હેક્ટરની મર્યાદા ની અંદર પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે
આ યોજના નો લાભ લેવા માટે 30 ઓગસ્ટ બાદથી ગુજરાત ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જયને ઓનલાઇન અરજી કરવાની રહેશે…