ગત દિવાળી આસપાસ જ્યારે ખેડૂતોએ જીરાના પાકનું વાવેતર કર્યુ હતુ ત્યારે એના ભાવ રૂ.5 હજારની સપાટીની આસપાસ હતા. જોકે, છેલ્લા ત્રણેક મહિનાથી જીરાના ભાવમાં ધીમી ગતિએ સતત ઘટાડો થઇ રહ્યો છે. હાલની સ્થિતિએ જીરાના ભાવ ઘટીને રૂ.4200ની સપાટીએ આવી ગયા છે. હવે બે સપ્તાહ બાદ નવા જીરાની આવક શરૂ થશે. આ વખતે ઓફ-સિઝનમાં પણ જીરાની આવક વધારે થતા ભાવ ઉપર દબાણ જોવા મળ્યુ છે.
ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુંની આવકો ૧૦ હજાર આસપાસ બોરીની જોવા મળી રહી છે, ઊંઝામાં બજાર ભાવ સરેરાશ ૪૦૦૦ આસપાસ પહોંચી ગયા હતા, હાલ જીરું ભાવમાં ઘટાડો સતતં નોંધાયો છે. માર્ચ વાયદો ધટીને અત્યારે ૨૦,૦૦૦ આસપાસ પહોંચવા આવ્યો છે.
ફેબ્રુઆરીમાં જીરું ના બજાર ની વાત કરીએ તો વેપારીઓ જણાવી રહ્યા છે કે ગલ્ફ ના દેશોની માંગ નિકળે અથવા ચીન વિયેતનામ ની માંગ આવશે તો બજારમા તેજીની શક્યતા છે બાકી જીરું ના ભાવ ઊંચા જવાની સંભાવના ઓછી છે. આ વર્ષ જીરુંનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા રહેશે પરંતુ બજારમાં જેવી જોતી હોય તેવી તેજીનાં એંધાણ વર્તાઈ રહ્યાં નથી.
નવાં જીરુંની આવકો ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થઈ જાય તેવી શક્યતા છે જેના કારણે બજારમાં થોડો કરંટ આવશે પરંતુ કોઈ મોટી તેજી આવશે તેવું અનુમાન નથી, નવાં જીરું ના ભાવ ૫૦૦૦-૬૦૦૦ હજાર સુધી રહેવાની સંભાવના છે બાકી કોઈ મોટી તેજી આવશે નહીં.