અંબાલાલ પટેલની મોટી આગાહી
ગાંધીનગરનાં અગ્રણી જયોતિષ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હમણાં-હમણાં રાજ્યનાં વિવિધ ભાગોમાં વરસાદ પડે છે અને ઘણા ભાગમાં તડકો પણ નીકળ્યો છે. આ તડકો નીપલતા ઊભા કૃષિ પાકો માટે સારો ગણાતો હોય છે. વરસાદ અંગે જોઈએ તો રાજસ્થાનનાં ભાગમાંથી ૧૭મી સપ્ટેમ્બરથી ચોમાસું લગભગ વિદાય લેતું હોય છે. લગભગ ૧.૫૦ કિલોમીટરની ઉંચાઈ ઉપર – એન્ટી સરક્યુલેશન બનતા હોય છે અને આ એન્ટી સરક્યુલેશન બન્યા પછી હવામાન ખાતું તેના અલગ- અલગ પરિમાણોથી પુષ્ટી કરે તો જ પછી ચોમાસાની વિદાય ગણાય. દક્ષિણ-ચીનમાંથી બનતા અવશેષોને કારણે બંગાળ ઉપસાગર સક્રીય રહેશે.
તા.૨૪ સપ્ટેમ્બરમાં ડિપ ડિપ્રેશન બનીને આ શાખા વિશાખાપટ્ટનમ, ઓરિસ્સાના ભાગમાં થઈને મધ્યપ્રદેશમાં ભાગમાં આવતા અને દક્ષિણ મહારાષ્ટ્ર અને દલિલ ગુજરાતના ભાગમાં સક્રીય થતા દક્ષિણ ગુજરાતના ભાગમાં ૮થી ૧૦ ઈંચ વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. ભરૂચ વગેરે ભાગો, મધ્ય ગુજરાતના ભાગમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.
તા.૨૫મી સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના ભાગમાં ક્યાંક ભારે વરસાદ ક્યાંક હળવો તો ક્યાંય મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. પવનનું જોર વધે. ૨૭મી સપ્ટેમ્બરથી ૫મી ઑક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસાદ વરસી શકે છે. હસ્ત નક્ષત્રમાં જો ભૂર પવન વાય છે અને ચોખ્ખો ભૂર ન થાય ત્યાં સુધી પરંપરાગત પ્રમાણે ચોમાસાની વિદાય ગણાય નહીં.
25 થી 30 સપ્ટેમ્બરમાં વરસાદ
વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નમૅદા દાહોદ છોટાઉદેપુર વડોદરા ભાવનગર રાજકોટ જુનાગઢ અમરેલી બોટાદ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તો મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા આણંદ બોરસદ દહેગામ ગોધરા મહીસાગર લુણાવાડા દાહોદ અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં હળવા મધ્યમ ભારે વરસાદની સંભાવના છે મહેસાણા પાટણ બનાસકાંઠા દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જામનગર મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે કચ્છમાં અમુક ભાગોમાં સારા વરસાદની સંભાવના છે બાકીના વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે .