બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ બની છે અને તેના કારણે આગામી દિવસોમાં દેશના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે બંગાળની ખાડીમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું હતું અને તે મજબૂત બનીને લૉ-પ્રેશર એરિયા બની ગયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ હજી પણ વધારે મજબૂત બને તેવી સંભાવના છે.
૧૬ થી ૨૨ ઓગષ્ટ સુધીની વરસાદની આગાહી કરી છે. આગાહી સમયમાં રાજસ્થાનમાં એકાદ બે દિવસ સારો વરસાદ પડશે તો તેની અસરરૂપે નોર્થ ગુજરાત, લાગુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં છાટા છુટીથી સામાન્ય વરસાદ પડશે. ઉપસ્થિત પરિબળો સી લેવલમાં ચોમાસુ ધરી ગંગાનગર, દિલ્હી, લખનો, સુલતાનપુર, ગયા, બાંકુરા, દીથા થઈને માધ્ય પૂર્વે બંગાળની ખાડી સુધી લંબાય.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં જિલ્લા પ્રમાણેની સરેરાશ વરસાદ ૭ મીમી થી ૩૫ મીમી ફૂલની શક્યતા છે. બેક દિવસ પવન વધુ રહેશે અને આગાહી ના છેલ્લા બેક દિવસ પવન નું ફરી જોર રહેશે.
આ સાથે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ બોરસદ ખેડા અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ જુનાગઢ જામનગર દ્વારકા અને કચ્છમાં છુટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના છે બાકી ના વિસ્તારમાં કોઈક જગ્યાએ વરસાદની સંભાવના રહે લી છે.
બીજી તરફ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે અને હાલ કેરળની આસપાસ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બન્યું છે, જે આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે.
https://www.instagram.com/khedutpustak?igsh=MThjbXpvMXl4N2xjaw==