ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વિરામ લીધેલ વરસાદને લઈને હવે નવી આગાહી સામે આવી છે. પરેશ ગૌસ્વામીની દ્વારા રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી વ્યકત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે . જ્યારે બાકીના મધ્ય પૂર્વ ઉત્તર ગુજરાતમાં અને કચ્છના વિસ્તારમાં છુટાછવાયા વિસ્તારમાં ઝાપટાં થી માંડી હળવા વરસાદની સંભાવના રહે લી છે. તે ઉપરાંત આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડાની આગાહી પરેશ ગૌસ્વામીએ કરી છે.
આજે સાંજે આટલા વિસ્તારમાં મેધ-તાંડવ
ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠાનો કહેર વર્તાવ્યો છે ત્યારે આગામી 2 દિવસ ગુજરાતમાં હળવા મધ્યમ ભારે વરસાદની આગાહી પરેશ ગૌસ્વામીએ કરી છે જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ અમરેલીમાં મધ્યમ થી ભારે વરસાદની સંભાવના છે તો ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી જિલ્લામાં હળવા સામાન્ય અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
કચ્છમાં રાપર ભુજ ભચાઉ ગાંધીધામ મુદ્રા માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં અમુક જગ્યાએ સામાન્ય હળવા વરસાદની સંભાવના છે.
21 તારીખે માવઠું ભૂક્કા કાઢશે
સૌરાષ્ટ્રમાં રાજકોટ પોરબંદર દ્વારકા જામનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ મોરબી તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે સુરત ભરૂચ નમૅદા ડાંગ તાપી નવસારી જિલ્લામાં પણ મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરી છે કચ્છમાં ઝાપટાં પડી શકે છે દરિયાકાંઠે અને બાકીના વિસ્તારોમાં કોઈક જગ્યાએ સામાન્ય ઝાપટાં પડી શકે છે.
22 તારીખે આટલા વિસ્તારમાં માવઠું
અરબી સમુદ્રમાં રહેલ સિસ્ટમ જેમ જેમ દુર જશે તેમ વરસાદના વિસ્તારમાં ધટાડો થશે પરંતુ અરબી સમુદ્રના કાંઠે આવેલાં વિસ્તારમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે છુટાછવાયા વિસ્તારમાં બાકીના તમામ વિસ્તારોમાં વરસાદ ના વિસ્તારમાં અને માત્રામાં ધટાડો થાશે.
બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે
પરેશ ગૌસ્વામીએ વાવાઝોડાની આગાહી કરતા જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં 25 ઓક્ટોબર આસપાસ એક વાવાઝોડું બનશે તેવી શક્યતા છે હાલનાં અહેવાલ મુજબ તે વાવાઝોડું બનશે તો તેનો રુટ બાંગ્લાદેશ તરફ હોય શકે છે અને ગુજરાતમાં તેની અસર નહી થાય તેવી શક્યતા છે બાકી આ સિસ્ટમ ગુજરાત સુધી અથવા મધ્યપ્રદેશ સુધી આવે તો ગુજરાતમાં વરસાદ રુપી અસર જોવા મળશે તેવી આગાહી પરેશ ગૌસ્વામીએ કરી છે.