ભારે તોફાની વરસાદની આગાહી, આટલા વિસ્તારો સાવધાન, પરેશ ગૌસ્વામીની આગાહી

#આગાહી
Views: 1K

24 થી 30 તારીખે મેધ-તાંડવ

પરેશ ગૌસ્વામીએ 24 થી 30 સપ્ટેમ્બરમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તેમણે યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે આ રાઉન્ડ 60 થી 70 ટકા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેમજ અમુક વિસ્તારોમાં 6 ઈંચ કરતાં પણ વધુ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે જ્યારે બાકીના ગુજરાતમાં હળવાથી મધ્યમ ભારે વરસાદની આગાહી કરી છે.

1 થી 7 ઈંચ વરસાદની સંભાવના 

આજથી ગુજરાતમાં વરસાદ નો રાઉન્ડ શરું થશે, ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ચુકી છે સિસ્ટમ ની અસર જોવા મળી રહી છે. સૌથી વધુ વરસાદ ની શક્યતા નમૅદા, નવસારી, તાપી, ડાંગ, ભરુચ, સુરત, બારડોલી, અંકલેશ્વર,વાપી, કપરાડા, વાની, બીલીમોરા, વાસંદા, રાજપીપળા ખાતે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે 1 થી 5 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે જ્યારે જૂનાગઢ,ગીર સોમનાથ, રાજકોટ જિલ્લામાં પણ મધ્યમ થી ભારે વરસાદ પડી શકે છે 1 થી 4 ઈંચ જેટલો વરસાદ પડશે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જામનગર જિલ્લામાં હળવા ભારે ઝાપટાં પડી શકે અને અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદની સંભાવના છે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે.

કચ્છમાં રાપર, ભુજ, ભચાઉ,વાગડ વિસ્તારના ભાગોમાં સારા વરસાદની સંભાવના છે અને બાકીના વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડી શકે છે. ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં વાત કરીએ તો પાટણ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લામાં હળવા થી સામાન્ય વરસાદની સંભાવના છે એકાદ વિસ્તારમાં સારા વરસાદની સંભાવના છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 1 થી 3 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા આણંદ બોરસદ દહેગામ ગોધરા મહીસાગર લુણાવાડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે સાથે મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 24-09-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
23 થી 30 સપ્ટેમ્બરમાં ભારે થી અતિ ભારે વરસાદ, પરેશ ગૌસ્વામીની નવી આગાહી
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up