મગફળીના ભાવમાં લેવાલીના અભાવે મણે વધુ રૂ.૨૦નો ઘટાડો, જાણો બજાર કેવી રહેશે

મગફળી ની બજાર
Views: 193

મગફળીની બજારમાં લેવાલીના અભાવે ભજારો વધુ રૂ.૧૦થી ૨૦ ઘટવાં હતાં. મગફળીની આવકો સ્ટેબલ છે. અને સામે લેવાલી એકદમ ઓછી છે. સિંગતેલની બજારો સતત તુટી રહી હોવાથી મગફળીની બજારમાં આગામી દિવસોમાં ભાવ હજી પણ નીચા આવે તેવી ધારણાં છે.

મગફળીનાં ઊભા પાકની સ્થિતિ સારી છેઅને સરેરાશ પગફળીની બજારમાં આગામી દિવસોમાં પાક- પાલી ઉપર જ બજારો ચાલશે. નવી મગફળીની દોઢેક મહિનામાં બજારમાં આવવા લાગી અને જૂનો સ્ટોક છે એ સ્ટોકિસ્ટો સાંથે વેચવાલ બન્યા હોવાથી મગફળીની બજારમાં હાલ કોઈ મોટી તેજી થાય તેવા કોઈ સંજોગો દેખાતા નથી.

સિંગતેલની બજારો નરમ હોવાથી મગફળીના ભાવ હજી પણ ઘટે તેવી ધારણાં

રાજકોટમાં ૨૦૦૦ ગુણીની આવક હતી. ભાવ જી-૨૦માં રૂ.૧૧૨૦થી ૧૧૯૦, સુપરમાં રૂ.૧૨૦૦થી ૧૨૩૫ હતા. બીટી ૩૨માં રૂ.૧૦૯૦થી ૧૧૫૦, સુપરમાં રૂ.૧૧૪૦થી ૧૧૭૫ના હતા. ગોંડલમાં ₹૫૦૦ ગુણીની આવક હતી અને વેપારો એટલા જ થયા હતા. ભાવ જી-૨૦માં રૂ.૧૧૦૦થી ૧૨૫૦, બીટી રૂ.૧૧૦૦થી ૧૧૭૫, ૩૭ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૧૦૦ અને ૩૯ નંબરમાં રૂ.૧૧૫૦થી ૧૨૦૦ના ભાવ હતાં. ડીસામાં મગફળીની ૨૦૦ જોરીની આવક સામે ભાવ રૂ.૭૦૦થી ૧૨૧૧ના હતા.

બનાસકાંઠા મા મગફળી ના વાવેતર સારા થાય છે. અને નવી આવકો ક્યારે આવશે? જેવી વિગતવાર માહિતીનો અહેવાલ આજનાં કોમોડિટી વ્યાપારમાં આપવામાં આવ્યો છે. જેમાં મગફળી વિશે અગ્રણી વેપારીઓની પાક- પાણી અંગેની માહિતી ઉપલબ્ધ છે. આજે પ્લે સ્ટોરમાં જઈને કોમોડિટી વ્યાપારની એપ્લિકેશન ડાઉનલોડ કરીને વધુ માહિતી મેળવી શકાશે.

કપાસની બજારમાં રૂની પાછળ મણે રૂ.૧૦નો ઘટાડો જોવા મળ્યો, કપાસની બજાર કેવી રહેશે જાણો
ઘઉંમાં લેવાલીને કારણે બજારમાં રૂ.20 નો વધારો આવો, જાણીએ બજાર કેવી રહેશે.
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up