ગુજરાતવાસીઓ ગાત્રો થીજવતી ઠંડી સહન કરવા માટે તૈયાર રહેજો, રાજ્યમાં પડી રહેલા ઠંડીમાં હજુ પણ વધારો થઇ શકે છે, અને આગામી દિવસે જોર વધશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, આ વખતે ડિસેમ્બર મહિના અંતમાં ઠંડીના તમામ રેકોર્ડ તોડશે.સાથે ૨૧ ડીસેમ્બર થી હવામાનમાં પલટો આવશે.
રાજ્યમાં ઠંડીનું જોર જામ્યુ છે, છેલ્લા ચાર-પાંચ દિવસથી ઠંડીમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. ઠંડીમાં હજુ પણ રાહતના સમાચાર નથી. કેમકે ગુજરાતમાં જાણીતા હવામાન એક્સપર્ટ અને આગાહીકાર પરેશ ગોસ્વામીએ ફરી એકવાર ઠંડીની વચ્ચે માવઠાની આગાહી કરી છે, એટલું જ નહીં આ વખતે રાજ્યમાં રેકોર્ડતોડ ઠંડી પડવાની વાત કહી છે.
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ૨૧ થી ૨૫ તારીખે ગુજરાતમાં હળવા માવઠાની સંભાવના છે જો બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધશે તો ગુજરાતમાં વરસાદ પડી શકે છે એ પણ છુટાછવાયા વિસ્તારમાં હળવા ઝાપટાં પાડવાની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળશે તેવી શક્યતા છે.
તે ઉપરાંત પરેશ ગૌસ્વામીએ ઠંઠીના રાઉન્ડ ની પણ માહિતી આપી હતી જેમાં જણાવાયું છે કે ૨૦ તારીખથી ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ આવશે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની છે જેથી ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે, અને ફરી લધુત્તમ તાપમાન સિગ્નલ ડિજીટમા આવશે, નલિયામાં થરાદ ઈડર વડાલી વાવ રાધનપુર અંબાજી ધાનેરા જેવાં ભાગોમાં ૫-૭ ડીગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે.
સાથે પવનની પણ માહિતી આપી હતી જેમાં ગયા સપ્તાહમાં પવનની ગતિ ૨૨ થી ૩૦ સુધી જોવા મળી હતી પણ આજથી તેમાં ધટાડો થશે સાથે નોર્મલ ઝડપ પવનની જોવા મળશે , આગામી ૨૦ તારીખ સુધી પવનની ગતિ સામાન્ય રહેવાની સંભાવના છે ત્યાંર બાદ ફરી પવનની ગતિ માં વધારો થાય તેવી શક્યતા છે.