હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી ચોંકાવનારી આગાહી કરી છે અંબાલાલ ના જણાવ્યા મુજબ ૧૫ થી ૨૦ નવેમ્બરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેનાં કારણે ઉત્તર ભારત હિમાલયના પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે જેના કારણે ગુજરાતમાં ગરમી ઉકળાટ માંથી છુટકારો મળશે. કચ્છ અને ઉત્તર ગુજરાત નાં ભાગોમાં ૧૮-૨૦ ડીગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તેવી શક્યતા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો વધશે, સાથે અંબાલાલ પટેલે ચક્રવાત સર્જાવાની સંભાવના વ્યક્ત કરી છે. ૨૦ થી ૨૫ નવેમ્બરમાં બંગાળના ઉપસાગર એક ડીપ ડિપ્રેશન સિસ્ટમ બનશે અને વાવાઝોડું બનશે તેવી શક્યતા છે આ સાથે નવેમ્બરમાં અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોનિક સરકયુલેશન બને તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છેઃ
15 નવેમ્બર બાદ ગરમીથી કંઈક અંશે રાહત મળશે. જો કે અંબાલાલ પટેલે જણાવ્યું કે 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવી શકે છે.
ગુજરાતમાં ધીરે ધીરે શિયાળો દસ્તક આપી રહ્યો છે ત્યારે વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડી નો ચમકારો વધો છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગાત્રો થીજવતી ઠંડી ૧૯ ડીસેમ્બર બાદથી જોવા મળશે તેવી શક્યતા છે તો જાન્યુઆરીમાં આ વર્ષ ઠંડી ૭૦ વર્ષ નો રેકોર્ડ તોડે તેવી ચોંકાવનારી આગાહી અંબાલાલ પટેલે કરી છે.