જાન્યુઆરીની શરૂઆતથી જ ગુજરાતના વાતાવરણમાં એક પછી એક પલટા આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં વધુ એક માવઠાની આગાહી છે. 30-31 જાન્યુઆરી બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે તેની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતે 27 તારીખ સુધી ઠંડી રહેવાની શકયતા વ્યક્ત કરી છે. સાથે જ 5 ફેબ્રુઆરી સુધી માવઠાની શક્યતા છે અને ફેબ્રુઆરી બાદ માર્ચ મહિનાથી ઉનાળાની શરૂઆત થાય તેવી શક્યતા છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફરી ઠંડીનું મોજું ફરી વળતાં સવારે અને રાત્રે ઠંડી જોવા મળી રહી છે.ફરી લધુત્તમ તાપમાન ૨ થી ૩ ડીગ્રી સેલ્સિયસ નીચું આવ્યું છે.સાથે પવનની દિશા બદલાઈ ગઈ છે જેથી ઉત્તર પુર્વ નાં ઠંડા પવનો જોવા મળી રહ્યા છે.એવામા અંબાલાલ પટેલે ફરી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં માવઠાની આગાહી કરી છે.
રાજ્યમાં શિયાળાની ઋતુ વચ્ચે માવઠું પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી છે. અરબી સમુદ્રનાં ભેજ અને રાજસ્થાનનાં વિક્ષેપનાં કારણે રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. માવઠાનાં કારણે રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ રહેલી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં વાતાવરણમાં પલટા આવશે.
• 24થી 27 જાન્યુઆરી સુધીમાં પવનની દિશા બદલાતા ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે.
• અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ફેબ્રુઆરીના 15 દિવસ બંગાળનો ઉપસાગર સક્રિય રહી શકે અને ક્યારેક લો પ્રેશર બની શકે છે.
ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે.ફેબ્રુઆરી મહિનાના પહેલા 15 દિવસમાં ઘણા પલટા આવશે.