આ સપ્તાહ દરમિયાન રૂ બજારમાં નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઇ છે. ગત સપ્તાહે રૂ ગાંસડીના ભાવ ઘટીને રૂ.53200ની સપાટીએ આવી ગયા હતા. જેમાં આ સપ્તાહે રૂ.500નો વધારો નોંધાયો છે. શુક્રવારે 29એમએમ રૂ ગાંસડીના ખાંડીએ ભાવમાં રૂ.53700ની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો હતો. કપાસના ભાવમાં પણ ઘટાડાનો દૌર અટક્યો છે અને હાલની સ્થિતિએ ખેડૂતોને રૂ.1275થી રૂ.1475ની વચ્ચે ભાવ મળી રહ્યા છે.
ભારતમાં આ સિઝનમાં રૂ ઉત્પાદન ગત સિઝનની સરખામણીએ 7 ટકા ઘટશે એવો અંદાજ વિવિધ સંસ્થાઓ દ્વારા રજુ થયો છે. જોકે, ઉત્પાદન ઘટાડાનો આંકડો કદાચ આનાથી વધારે હોઇ શકે છે. અત્યાર સુધીમાં સિઝનના પ્રથમ ત્રણ મહિનામાં કપાસની આવકો એક સ્તરે જળવાયેલી રહી છે. હવે પછી કપાસની આવકો કેવી રહે છે એ પરિબળ સ્થાનિક સ્તરે સૌથી વધુ અસર કરશે. આ સાથે ન્યુયોર્ક કોટન વાયદો અને વૈશ્વિક સ્થિતિ પણ બજાર વત્તા-ઓછા પ્રમાણમાં અસર કરશે.
ત્રણેક મહિના પહેલા આ સિઝન શરૂ થઇ ત્યારે રૂ ગાંસડીના ભાવમાં ખાંડીએ રૂ.59 હજારની સપાટી આસપાસ વેપાર થતો હતો. જોકે, ભારતમાં નવા કપાસની આવકો વધવાની સાથે રૂ બજારમાં સતત ઘટાડો થતો જોવા મળ્યો. આ સિઝનમાં માટે કપાસનો ટેકાનો ભાવ રૂ.1505 જાહેર થયો છે. છેલ્લા એક મહિનાથી કપાસના ભાવ ટેકાની સપાટીથી નીચે આવી ગયા છે.
રૂના ભાવમાં ખાંડીએ રૂ.૧૫૦નો ઉછાળો, કપાસિયામાં રૂ.૫નો સુધારો
રૂની બજારમાં મજબૂતાઈ હતી અને ખાંડીએ રૂ.૧૫૦ વધી ગયા હતા. જોકે ખોલ સ્ટેબલ હતો, પંરતુ કપાસિયાની બજારોમાં રૂ. સુધારો થયો હતો. દેશમાં રૂની આવકો આજે વધીને ૨.૫૯ લાપ ગાંસડની જોવા મળી હતી. આ સપ્તાહે આપકો એવરેજ ૨.૨૫થી ૨.૫૦ લાખ ગાંસડી વચ્ચે રહે તેવી ધારણા છે. જો ાઈનલ પ્રોડક્ટમાં ડિમાન્ડ એશે તો જ રૂની બજારી સુધરશે.
ગુજરાતમાં શંકર રૂના ભાવ ૨૯ સેના અને ૩.૮ માઈકની શતેના ભાય રૂ.૧૫૦ વધીને રૂ.૫૩,૪૫૦ ૫૩,૨૦૦ના હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ સ્ટેબલ ખાંડીના રૂ.૪૧,૮૦૦થી ૪૨,૨૦૦ હતા.
કપાસની બજારમાં બે તરફી અથડાતા ભાવ, અમુક સેન્ટરમાં ભાવમાં સુધારો
કપાસની બજારમાં બે તરફી ભાવ અથડાય રહ્યા હતા. કપાસની બજારમાં વેચવાલી મોછી છે. સામે વેચવાલી પણ બહુ ઓછી છે. જેને પગલે સરેરાશ બજારની ટોન મિક્ષ દેખાય રહ્યો છે. કપાસની બજારમાં આગળ ઉપર હવે વેચાવાલી કેવી આવે છે તેના ઉપર આધાર છે. આજે સૌરાષ્ટ્રમાં આવકોવધારો હતી. રાજકોટમાં રૂ.૧૦ સવારે ઘટયા હતાં.
સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં ૩૭ હજાર મણ, હળવદમાં ૧૧ હજાર મણ, ભાભરામાં ૧૨ તજાર મથા, અમરેલીમાં પાંચ તજાર મલ અને ગઢડામાં પાંચ હજાર મણની આવક થઈ હતી.
રાજકોટમાં નવા કપાસની ૨૮ હજાર મકાની આવક હતી અને ભાવ હોર-જીમાં રૂ.૧૪૨૦થી ૧૪૪૦, એ ખૂમ રૂ. ૧૪૦૦થી ૧૪૨૦, શ્રી પાસ રૂ ૧૩૫૦થી ૧૩૮૦ અને બી ગ્રેડ રૂ.૧૩૨૫થી ૧૩૮૦ અને સી ગ્રેડમા રૂ.૧૨૦૦થી ૧૨૫૦ હતા. એક એન્ટ્રી રૂ.૧૪૭૭ના હતા.