હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હજી ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ અને તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લઇ ચૂક્યું છે. હજી અનેક વિસ્તારોમાં ચોમાસું એક્ટિવ છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હજી ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ અને તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે.
વિદાયની વચ્ચે જે વિસ્તારોમાં વરસાદ થવાના છે તે દરમિયાન પણ ચોમાસાના વરસાદ ક્યાંક ક્યાંક થશે. આ સાથે તાપમાન પણ ઊંચુ આવી શકે છે. 35 ડિગ્રી કરતા પણ તાપમાન ઊંચુ જઇ શકે છે.” ભારે ગરમી અને ઉકળાટ આખા ઓક્ટોબર મહિનામાં જોવા મળશે તેવી શક્યતા છે.
હાલ વાવાઝોડું બને તેવી આગાહી નથી પરંતુ જે રીતે દરિયામાં તાપમાન જે રીતે ઊંચુ જઇ રહ્યુ છે. તે જોતા અનુમાન લગાવી શકાય છે કે, આગામી દિવસોમાં વાવાઝોડું બની શકે છે.”
હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, 8, 9 તારીખમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે. જ્યાં પણ વરસાદ જોવા મળશે ત્યાં ગાજવીજ સાથે થશે. પાંચ દિવસ આ મંડાણિયા વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઇ શકે છે.જેમા ભાવનગર, મહુવા,તળાજા,જેસર,ધોધા, અમરેલી ગારીયાધાર, રાજુલા, બગસરા, ખાંભા, ગીર સોમનાથ, ભાણવડ, જુનાગઢ, વિસાવદર, માંગરોળ, ઉપલેટા, રાજકોટ, જસદણ તાલુકાના વિસ્તારમાં માવઠાની સંભાવના છે.
તે ઉપરાંત જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે મોરબી બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કયાક વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નમૅદા નવસારી ડાંગ તાપી જિલ્લામાં મધ્યમ વરસાદની સંભાવના રહે લી છે ઉત્તર મધ્ય ગુજરાતમાં હળવા છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.