આ વર્ષે નવરાત્રિમાં વરસાદ ન હોવાથી હાલતો રાહતના સમાચાર છે. ેજેને પગલે ચોમાસાની વિદાય થઈ રહી હોવાનું લાગી રહ્યું છે. ગુજરાતના અનેક ભાગોમાંથી વરસાદ ગાયબ થઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી આવી ગઈ છે. તેમણે ચોમાસાની વિદાય અને ગુજરાત પર આવવાના વાવાઝોડાના સંકટ વિશે આગાહી કરી છે.
તેણે ચોમાસાની વિદાય અંગે મોટા અપડેટ આપ્યા કે, હજી ચોમાસું ગયુ નથી, હજી તો વરસાદ આવશે.હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે, આ વખતનું ચોમાસું લાંબુ છે. ગુજરાતના કેટલાક ભાગોમાં હજી ચોમાસું સક્રિય છે. હજુ પણ સાત-આઠ તારીખની આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાંની શક્યતા છે.
ઓક્ટોબરમાં તાપમાનનો પારો 38-39 ડિગ્રી સુધી જવાની પણ સંભાવનાઓ જોવાઈ રહી છે, તાપમાન આ રીતે જ સતત વધતું રહેશે તો આવનારા સમયમાં ભારતની નજીક વાવાઝોડું બની શકે છે.તેમણે કહ્યું કે, આ પ્રકારના વાવાઝોડાને પોસ્ટ મોનસુન સાઈક્લોન તરીકે ઓળખવામાં આવે છે, જોકે, પોસ્ટ મોનસુન સાઈક્લોનની લેન્ડ ફોલિંગની સંભાવનાઓ ઓછી હોય છે, જોકે, કુદરતી પ્રક્રિયામાં કેટલાક અપવાદ બનતા હોય છે.
નવરાત્રિમાં 9-10 અને 12 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે જેમાં જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ જિલ્લામાં માવઠાનુ વધુ જોર રહેશે સાથે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં અમુક જગ્યાએ સામાન્ય હળવા વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગમાં માવઠાની આગાહી કરી છે બાકીના ગુજરાતમાં ઝાપટાં ક્યાંક પડી શકે છે.