વાવાઝોડું ત્રાટકવાની અંબાલાલ પટેલની આગાહી, 08 થી 13 ઓક્ટોબરમાં માવઠાની સંભાવના

#આગાહી
Views: 2K

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ઓક્ટોબર 9-10 અને 12 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તો 12-13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 14-16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતના વાદળવાયુ વાતાવરણ રહેશે.

17 ઓકોબરે સૂર્ય તુલા રાશિમાં આવતા અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવવાઝોડું બનવાની શક્યતા છે. આ વાવાઝોડું 19 થી 22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે. અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર બતાવશે અને વરસાદ લાવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. જો કે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાતથી દૂર રહી શકે છે.

22 ઓક્ટોબરથી સવારના ભાગોમાં ઠંડકની શરૂઆત થઈ જશે. તેના બાદથી ઠંડી લાગવાની શરૂઆત થશે. તેમણે વધુમાં કહ્યું કે, બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દેશના દક્ષિણ ભાગોમાં વરસાદ રહી શકે છે. 16 થી 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે ઝાપટા થઇ શકે છે. તો આ દિવસોમાં અમદાવાદ, વડોદરા, પંચમહાલ,હિંમતનગર, સાબરકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે.

08 થી 13 ઓક્ટોબરમાં ખાસ કરીને છુટાછવાયા વિસ્તારમાં માવઠાની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર મહુવા તળાજા જેસર અમરેલી બગસરા ખાંભા રાજુલા ગીર ગીર સોમનાથ જુનાગઢ માંગરોળ વિસાવદર ભાણવડ ઉપલેટા જસદણ જેતપુર રાજકોટ જિલ્લામાં વરસાદની સંભાવના છે તો દ્વારકા પોરબંદર જામનગર સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં અમુક જગ્યાએ સામાન્ય વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નમૅદા નવસારી ડાંગ તાપી જિલ્લામાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે બાકીના ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં કોઈક જગ્યાએ ઝાપટા પડી શકે છે.

07 થી 12 ઓક્ટોબર માવઠાની આગાહી, 17 ઓક્ટોબર વાવાઝોડાની સંભાવના, જાણો પરેશ ગૌસ્વામીની આગાહી
આજના તમામ માર્કેટ યાર્ડ ના મગફળી ના બજાર ભાવ ,જાણો આજના 05-10-2024 ના મગફળી ના ભાવ , તાજા મગફળી ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up