ધંઉની બજારમાં તેજી
વૈશ્વિક ઘઉંની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભાવ એક જ મહિનામાં ૨૩ ટકાથી પણ વધુનો વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ વૈશ્વિક બજારમાં ઘઉંનો સ્ટોક સતત પાંચમાં વર્ષે ઘટ્યો છે. રશિયા સહિતનાં દેશોમાંથી સપ્લાય ઘટવાને પગલે પુરવઠામાં ખાંચો પડ્યો ७. બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો આજે ૧૭ સેન્ટ વધીને ૬.૯૨ ડોલરની સપાટી પર પહોંચ્યો હતો, જેમાં એક જ સપ્તાહમાં ૧૦ ટકા અને મહિનામાં ૨૩.૧૭ ટકાનો વધારો જોવા મળ્યો છે. ઘઉંની ભજારમાં સાત ડોલરની સપાટી પાર થાય તેવી સંભાવનાં છે જો સાત ડોલર પાર કરશે તો વધુ તેજીની સંભાવના છે.
વૈશ્વિક બજારમાં ઘઉંના સ્ટોકમાં સતત પાંચમાં વર્ષે ઘટાડો જોવા મળ્યો
અમેરિકન કૃષિ સંસ્થાની ફોરેન એગ્રીકલ્ચર સર્વિસ દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર, મોટા નિકાસકર્તા દેશોમાં ઓછું ઉત્પાદન અને મજબૂત માંગ સાથે ઝઝુમી રહ્યા હોવાથી વૈશ્વિક ઘઉંના સ્ટોકમાં સતત પાંચમા વર્ષે ઘટાડો થવાનો અંદાજ છે, જે ૨૦૧૫/૫૬ પછીના તેમના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે.
ઘઉંના વૈશ્વિક પુરવઠાના મજબૂત માંગ આ સખ્તાઈથી નિકાસકારો વચ્ચે સ્પર્ધા વધુ તીવ્ર બનશે અને વેપારની પેટર્ન પુનઃ બદલવાની સંભાવનાં છે, જેમાં મુખ્ય ખેલાડીઓ નીચા સ્ટોક સામે સ્પર્ધા કરવાનાં મૂડમાં છે. “વૈશ્વિક ઘઉંનો સ્ટોક ૨૦૧૫/૧૬ પછીના સૌથી નીચા સ્તરે સતત પાંચમા વર્ષે ઘટવાની આગાહી કરવામાં આવી છે,” અહેવાલ જણાવે છે. વૈશ્વિક ઘઉંનો સ્ટોક ઘટીને ૨૬૪૪ લાખ ટન રહેવાનો અંદાજ છે, જે ૨૦૨૭/૨૪ માર્કેટિંગ વર્ષમાં ૨૯૯૭ લાખ ટન હતો.
જ્યારે ચીન, વિશ્વનો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ, ૧૩૮૦ લાખ ટનનો પ્રમાણમાં સ્થિર સ્ટોક જાળવશે તેવી અપેક્ષા છે, રશિયા અને યુરોપિયન યુનિયન જેવા મોટા નિકાસકારો તેમની ઈન્વેન્ટરીઝમાં નોંધપાત્ર ઘટાડો કરશે તેવું અનુમાન છે. રશિયાનો સ્ટોક ૧૮૨ લાખ ટનથી ઘટીને ૧૨૧ લાખ ટન થવાની આગાહી છે, જ્યારે યુરોપિયન યુનિયનનો સ્ટોક ઘટીને ૧૪૬ લાખ ટન થવાનો અંદાજ છે.
“મુખ્ય નિકાસકારોમાં, સ્ટોક્સમાં રશિયા માટે સૌથી વધુ પટાડો થવાની ધારણા છે જ્યાં ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે જ્યારે નિકાસ મજબૂત રહેશે તેવી શક્યતા છે.
ઘટતા જતા વૈશ્વિક ઘઉંના સ્ટોકની વૈશ્વિક વેપાર પ્રવાહ પર નોંધપાત્ર અસરો થવાની અપેક્ષા છે. ઓછી લાણી હોવા છતાં, રશિયા સતત પાંચમા વર્ષે વિશ્વની ટોચનો નિકાસકાર રહેવાનો અંદાજ છે, અંદાજિત ૪૪૦ લાખ ટનની નિકાસ થવાનો અંદાજ છે. જો કે, આ અગાઉના વર્ષ કરતાં ૧૫ લાખ ટનનો ઘટાડો દર્શાવે છે. યુરોપ યુનિયન અને યુકેન પણ નિકાસમાં ઘટાડાનો સામનો કરી રહ્યા છે, શિપમેન્ટમાં અનુક્રમે ૧૦ લાખ ટન અને ૩૫ લાખ ટનનો ઘટાડો થવાનો અંદાજ છે.
તેનાથી વિપરીત, કેનેડા, ઑસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા ઘઉંના સપ્લાયર્સ મોટા પાકને કારણે નિકાસની તકો જોશે તેવી અપેક્ષા છે. અમેરિકા ૨૨૦ લાખ ટનની નિકાસ કરવાનો અંદાજ છે, જે અગાઉના વર્ષ કરતાં ૧૫ લાખ ટન વધારે છે.