નૈઋત્યનુ ચોમાસુ પુર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જતા જતા એકાદ ઇનિંગ રમીને મેધરાજા સટાસટી બોલાવે એવી આગાહી ખ્ જાણીતા હવામાન નિષ્ણાતે કરી છે. સૂર્ય નક્ષત્ર હસ્ત (હાથિયો) ૨૬-૯- ૨૦૨૪ ને ગુરૂવારે રાત્રે ૧:૧૧ વાગ્યે બેસે છે જેનું વાહન મોર છે •* ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર ઉત્તરતા અને હાથિયો નક્ષત્ર બેસતા આગામી ૨૫ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે ભારેથી અતિભારે વરસાદ થશે. પડે ત્યા પોટલા માફક હાથીઓ નક્ષત્ર ગાજીને ૨૦૨૪ નુ નૈઋત્ય ચોમાસુ વિદાય લેશે. જ્યા હાથિયો ગાજે ત્યા આવતું વરહ સારૂનો કોલ કહેવાય છે.
સૌરાષ્ટ્ર વાસીઓ સાવધાન આવી રહીયો છે ફરીએકવાર વરસાદ નો રાઉન્ડ આવતી તારીખ 25થી 30 સુધી દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, પીપળી, ધોલેરા, અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, દાહોદ, સહિતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જુનાગઢ, બોટાદ, રાજકોટ, જામનગર,પોરબંદર, દેવભુમી, દ્વારકા સહિતનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની પવન સાથે વરસાદ પડી શકે છે.
તેમજ અમુક સ્થળે વાવાઝોડા જેવો માહોલ સર્જાય શકે છે. કચ્છમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તેમજ ખેલૈયાઓ માટે પણ માઠા સમાચાર છે. નવરાત્રી દરમિયાન છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ગાજવીજ સાથે તોફાની વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં છુટાછવાયા ઝાપટા તો રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં ભારે વરસાદ પડી શકે છે. તેવી એંગાહી વજુભાઈ બારૈયાએ કરી છે.