સફેદ તલની બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નહોંતી .આવકો એવરેજ રોજની એક હજાર થી ૧૨૦૦ કટ્ટાની વચ્ચે બધા સેન્ટરમાં મળીને થઈ રહી છે. સફેદ તલની આવકમાં વધારે કે ઘટાડો હાલ લાગતો નથી.
વેપારીઓ કહે છેકે સફેદ તલની બજારમાં કોરિયાના ટેન્ડરમાં ઓછો ઓર્ડર મળવાને કારણે બજારો વધતી અટકી ગઈ છે. સફેદ તલમાં કિલોએ રૂ.૨થી ૪ની તેજીની ધારણા છે, પંરતુ જે નિકાસકારો પાસે પૂરતો સ્ટોક હતો તેને જ ટેન્ડરમાં બીડ ભરી હોવાના સમાચાર આવે છે. આ તલની ડિલીવરી એપ્રિલમાં કરવાની હોવાથી હોળી પછી તેના શિપમેન્ટ શરૂ થઈ જાય તેવી ધારણા છે.જો તલમાં તેજી આવવાની હશે તો હોળી આસપાસ આવી જાશે.
કાળા તલની બજારમાં ખાસ કોઈ મુવમેન્ટ નથી અને ભાવ ઉચી સપાટી પર ટકેલા રહ્યા હતાં.હાલમા બજારમાં વેચવાલી પણ મર્યાદીત છે. રાજકોટમાં સફેદ તલની ૫૦૦ કટ્ટાની આવક હતી અને યાર્ડ માં કુલ ૫૦૦ કટ્ટા પેન્ડીગ પડયાં છે.
ભાવ રેગ્યુલર હલ્દમાં ૧૪૦૦ થી ૧૮૦૦,બેસ્ટ હલ્દમાં રૂ.૧૮૦૦થી ૧૯૦૦ અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂ.૨૨૦૦થી ૨૨૫૦ હતા. રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂ.૫૩૦૦થી ૫૪૫૦, ઝેડ બ્લેકમાં રૂ.૪૭૫૦થી ૫૨૫૦ અને એવરેજ ભાવ રૂ.૩૬૦૦થી ૪૬૦૦ હતા. રાજકોટમાં ૧૩૦ બોરીની આવકો હતી.