સફેદ તલની બજારમાં કોરિયાના ટેન્ડર પહેલા ભાવમાં મજબૂતાઈ હતી. તલના ભાવ નીચા હોવાથી નિકાસકારો અને બ્રોકરો એવી આશા રાખી રહ્યાં છેકે ભારતને આ ઓર્ડરમાં ૬૦થી ૭૦ ટકા ઓર્ડર મળે તેવી સંભાવના છે. સફેદ તલની બજારમાં વેચવાલી ઓછી અને સામે ડિમાન્ડ સારી છે. વળી ભારતમાંસારી ક્વોલિટીનો નિકાસબર તલનો સ્ટોક બહુ ઓછો પડ્યો છે, જેને કારણે બજારને ટેકો મળે તેવી ધારણા છે. ગુજરાતમાં હજી ખાસ કોઈ મોટી મુવમેન્ટ થાય તેવા સંજોગો દેખતા નથી.
રાજકોટમાં સફેદ તલની ૧૪૦૦ કટ્ટાની આવક હતી. ભાવ મિડીયમ હલ્દમાં રૂ.૨૦૦૦થી ૨૧૨૫, બેસ્ટ હલ્દમાં રૂ.૨૧૫૦થી અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂ.૨૪૫૦થી ૨૫૦૦ હતા. રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમા રૂ.૪૩૨૫થી ४४००, ઝેડ બ્લેકમા રૂ.૪૧૫૦થી ૪૩૦૦ અને એવરેજ ભાવ રૂ.૩૨૫૦થી ૩૯૦૦ હતા.
રાજકોટમાં ૧૫૦ કઠ્ઠાની આવક હતી.સાઉથના નવા ક્રોપમાં ગોલ્ડ વીલો ક્વોલિટીના ભાવ મુદ્રા પહોંચમાં રૂ.૧૭૧ પ્રતિ કિલોના હતા.
જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 4400 રૂપિયા બોલાઈ રહ્યો છે. જ્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 4375 રૂપિયા બોલાયા , બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ 4530 બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.