સાઉથ કોરિયાનું ટેન્ડર આગામી દિવસોમાં આવે તેવી સંભાવના વચ્ચે અગાઉનાં ટેન્ડર માટે પણ નિકાસકારોની લેવાલી આવી હોવાથી તલની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સફેદ તલની બજારમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.
કોરિયાના ટેન્ડરમાં શોર્ટ માલેની લેવાલી હવે નીકળતા બજારમાં ટેકો મળ્યો
હાલનાં તબક્કે તલમાં નિકાસકારોની લેવાલી ચાલુ રહેસે તો ભજારો સુધરી શકે છે. તલની બજારમાં હાલમાં કોઈ મોટી વેચવાલી આવે તેવા સંજોગો નથી. ઉનાળ સિઝનનો ક્રોષ હવે બચ્યો નથી અને બીજી તરફ ડિમાન્ડ થોડી થોડી નીકળી હોવાથી બજાર ને ટેકો મળી રહ્યો છે.
રાજકોટમાં કાળા તલની બજારમાં ભાવ સ્ટેબલ હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીનો ભાવ રૂ.૩૫૨૫થી ૩૫૭૦, ઝેડ બ્લેકમાં રૂ.૩૪૨૫થી ૩૫૦૦ અને એવરેજ માલ ૩.૩૧૭૫થી ૩૩૭૫ના હતા.