સાઉથ કોરિયાનાં ૧૦ હજાર ટનના ટેન્ડરમાં ભારતને જ વધારે ઓર્ડર મળે તેથી સંભાવના છે. વેપારીઓ કહે છે. ગુજરાતમાં જ અત્યારે એક માત્ર કોરિયન ક્વોલિટીના તલનો સ્ટોક પડ્યો છે. આકીકા પાસે સ્ટોક છે, પંરતુ તેની ક્વોલિટી નબગી છે અને તાજેતરમાં કોરિયા નિકાસ થયેલા તલમાં પણ ક્વોલિટી ને કારણે ભાવ કપાયા હતા. પાકિસ્તાનના તલની સ્વોલિટી પણ નખળી છે. પરીણામે આ ટેન્ડરમાં ભારતને ૮૦થી ૯૦ ટકા ઓર્ડર મળે તેથી સંભાવના છે. અમુક વેપારીઓ ૧૦થી ૭૦ ટકા ઓર્ડર મળવાની પણ વાત કરે છે.
તલની બજારમાં આ સંજોગો જોતા સફેદ તલની બજારમાં ગમે ત્યારે કિલોએ રૂ.૪થી ૫ નો સુધારો થય શકે છે. વળી ઉનાળુ વાવેતર પણ સફેદના ઓછા થાય તેવી સંભાવના છે. રાજકોટમાં સફેદ તલની ૭૦૦ કટ્ટા ની આવક હતી અને યાર્ડ માં કુલ ૧૦૦૦ કટ્ટા પેન્ડીગ પડ્યાં છે. ભાવ રેગ્યુલર હલ્દ માં રૂ.૧૪૦૦થી ૧૭૦૦, બેસ્ટ હલ્દ માં રૂ.૧૭૦૦થી ૧૮૫૦ અને પ્યોર કરિયાણાભર સફેદ તલમાં રૂ.૨૨૦૦થી ૨૨૫૦ હતા.
રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ હતા. ઝેડ પ્રીમિયમ ક્રોલિટીમા રૂ.૫૦૦૦ ૫૧૦૦, ઝેડ બ્લકમા રૂ.૪૫૦૦ થી ૪૯૦૦ અને એવરેજ ભાવ રૂ.૩૫૦૦થી ૪૩૦૦ હતા . રાજકોટમાં ૧૨૦ બોરીની આવક હતી. એચ.પી.-યુ.પીના હલા સેમીનો ભાવ રૂ.૧૪૩ હતો.