સફેદ અને કાળા તલની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં. સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસ ને કારણે આવકો બહુ ઓછી હતી. સમગ્ર સૌરાષ્ટ્રની મળીને પાંચથી છ હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવમાં રૂ.૨૦થી ૩૦નો સુધારો થયો હતો.
તલના વેપારીઓ જણાવી રહ્યા છેકે હાલના તબક્કે બજારમાં વેચવાલી બહુ ઓછી છે અને આગામી દિવસમાં બજારમાં જો વેચવાલી આવશે તો બજારમાં ઘટાડાને બ્રેક લાગી શકે છે. હાલ સારા માલમાં ડિમાન્ડ સારી છે અને ભજારોમાં પણ સારી ક્વોલિટીનાં તલની આવક બહુ ઓછી થઈ રહી છે. જે આવક થાય છે તેમાં ૭૫ ટકા માલ નબળી ક્વોલિટીના આવી રહ્યા છે.
સફેદ તલની આવકો હવે દિવસે-દિવસે ઘટતી જાયતેવી સંભાવનાં..
ગુજરાતમાં ચોમાસું વાવેતરને લઈને આવર્ષે ખેડૂતોનો મૂડ એકદમ નેગેટિવ છે અને કોઈ ખેડૂતો તલ વાવેતર કરવા માટે તૈયાર નથી. ગુજરાત સરકારનાં આંકડાઓ મુજબ પણ હજી ગત સપ્તાહ સુધીમાં વાવેતર નીલ જે હતું. ચાલુ સપ્તાહનાં વાવેતરનાં આંકડાઓ હજી જાહેર થયા નથી.