કપાસના ભાવમાં સરેરાશ મજબૂતાઈ, રૂ ઘટશે તો કપાસમાં ઘટાડો આવશે
ગુજરાતમાં નવા કપાસની આવકો વધી રહી છે અને આજે સમગ્ર સેન્ટરમાં મળીને ૫૦ હજાર મળે આસપાસ નવા કપાસની આવક થઈ હોવાનો અંદાજ છે. આગામી દિવસોમાં પરસાદ નહીં આવે તો કપાસની આવકો હજી વધતી જશે. સરેરાશ કપાસની બજારમાં અત્યારે લેવાલી ઓછી છે, કારણકે ભેજ વધારે આવી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં નવા કપાસની બોટાદ માં ૨૦ હજાર મણ, હળવદ માં ૧૬ હજાર મા, અમરેલીમાં નવ હજાર મણની આવક હતી. બાબરામાં ૩૫૦૦ મણની આવક હતી. ભાવ એવરેજ સ્ટેબલ જેવા રહ્યાં હતાં.
રાજકોટમાં જૂના કપાસની ૪૫૦૦ મણ ની આવક હતી અને ભાવ ૪-જીમાં રૂ.૧૬૩૦થી ૧૯૬૦, એ ગ્રેડમાં રૂ.૧૬૦૦થી ૧૩૦, બી ગ્રેડમાં રૂ.૧૫૪૦થી ૧૫૭૦ અને સી ગ્રેડમાં રૂ.૧૩૦ON ૧૪૫૦ હતા. એક એન્ટ્રી રૂ.1૯૮૦ની જોવા મળી હતી.
નવા કપાસની ૮૫૦૦ મણની સાવક હતી અને ભાવ સુપર ટાઈપ ३.१५२०६ ૧૫૭૦, મિડીયમ રૂ.૧૪૦૦થી ૧૪૭૦, ભેજવાળા રૂ.૧૨૭૦થી ૧૩૫૦ હતા. એક મેન્ટ્રી નવામાં રૂ.૧૫૦૦ની હતી.
રૂની આવકો વધતા ખાંડીએ રૂ.૧૫૦નો ઘટાડો જોવા મળ્યો
દેશમાં નવા રૂની આવકો વધીને ૨૭થી ૨૮ હજાર ચાંસડીએ પહોંચી હતી, જે હવે તબક્કાવાર વધતી જશે. નવા રૂની આવકો પણ અમુક સેન્ટરમાં થોડી-થોડી થવા લાગી છે. ગુજરાતમાં આવકો હવે વધી રહી છે. આજે નવી-જૂની મળીને કુલ ૮થી ૧૦ હજાર ગાંસડીની આવકનો અંદાજ છે.
ગુજરાતમાં રૂના ભાવમાં રૂ.૧૫૦નો ઘટાડો થયો હતો. ૨૯ એમ.એમ. અને ૩.૮ માઈકનો ભાવ રૂ.૫૯.૫૦૦થી ૫૯.૮૦૦ હતા. કલ્પાકા રૂનો ભાવ રૂ.૨૦૦ પટલો હતો અને રૂ.૪૨,૮૦૦થી ૪૩,૨૦૦ના હતા. ઉત્તર ભારતમાં પુના ભાવમાં મજબુતાઈ હતી.