સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ
રાજ્યમાં વરસાદીમાં હોલ બરાબર નો જામ્યો છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે ઘણા વિસ્તારોમાં વરસાદે ભુક્કા બોલાવ્યા છે. ત્યારે આજે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે કચ્છમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદની સંભાવના છે.
આજે સૌરાષ્ટ્ર કચ્છમાં જામનગર,મોરબી, રાજકોટ,પોરબંદર,દ્વારકા માં રેડ એલર્ટ છે જ્યાં સૌથી વધુ દ્વારકા અને જામનગર,મોરબી માં વરસાદ પડી શકે છે.કચ્છ માં 3 દિવસ રેડ એલર્ટ જેમાં નલિયા, નખત્રાણા,ભુજ,અને માંડવી માં સૌથી વધારે વરસાદ પડશે.જૂનાગઢ જિલ્લામાં માં પણ અમુક ભાગ માં સારો વરસાદ પડી શકે છે.દ્વારકા વાળા એ આવતી કાલે સાવચેત રહેવું.ભાવનગર અમરેલી બોટાદ જિલ્લામાં પણ ભારે પવન સાથે હળવા મધ્યમ વરસાદ યથાવત રહેશે.
તેમજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા થરાદ વાવ રાધનપુર અંબાજી વિસનગર કડી વડનગર પાલનપુર ભાભર વિજયનગર ખેડબ્રહ્મા બેચરાજી મહેસાણા અરવલ્લી જિલ્લામાં પણ 5 થી 6 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા આણંદ બોરસદ દહેગામ ગોધરા રાજપીપળા ભરૂચ મહીસાગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે આજે ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નમૅદા નવસારી ડાંગ તાપી સુરત જિલ્લામાં હળવા થી ભારે વરસાદ યથાવત રહેશે.
3 દિવસ થી અનરાધાર વરસાદ પડી રહ્યો છે આગામી 30 તારીખ સુધી વરસાદની સંભાવના છે જેમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ શકે જેથી તમામ ને સાવચેતી રાખવી… આભાર