ગુજરાતમાં હવામાનમાં પલટો અને કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ આગાહી કરી છે. પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં બનેલ ફેગલ વાવાઝોડું તમિલનાડુ માં લેન્ડફોલ થયાં બાદ હવે આગળ વધ્યું છે વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતમાં અતિભારે વરસાદ પડ્યો છે હવે વાવાઝોડું નબળું પડીને આગળ વધ્યું છે અને અરબી સમુદ્રમાં પ્રવેશ કરી ગયું છે વેલમાકૅ લો પ્રેશર મા ફેરવાઈ ગયું છે અને ઉત્તર પશ્ચિમ દિશામાં ઓમાન -યમન તરફ આગળ વધી રહ્યું છે.
આ વાવાઝોડાને કારણે ગુજરાત પર કોઈ મોટો ખતરો નથી. પરંતુ 6-7 ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી શકે તેવી શક્યતાઓ છે. પરંતુ ગુજરાતમાં તમામ વિસ્તારોમાં તેની અસર થવાની શક્યતા નથી.લગભગ ૬૦-૬૫ ટકા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.અમુક વિસ્તારમાં માવઠાના ઝાપટાં પડે તેવી શક્યતા છે.
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ઝાપટાની શક્યતાઓ છે. જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા દાહોદ ગોધરા અને છોટાઉદેપુરમાં હળવા સામાન્ય અને છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે છે. સૌથી વધુ તીવ્રતા તાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે. આ સાથે સૌરાષ્ટ્ર વિસ્તારમાં મહુવા ગીર સોમનાથ તાલાલા ખાંભા ઉના રાજુલા બગસરા ગીર જેસર વિસાવદર જુનાગઢ ભાણવડ જિલ્લામાં છાંટા જેવું માવઠું પડી શકે છે.