અંબાલાલ પટેલની નવી આગાહી
બંગાળની ઉપસાગરની સિસ્ટમ સકીય રહેતા ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભીન્ન ભાગમાં વરસાદની ઝાપટા પડી શકે છે. જુનાગઢ, અમરેલી અને ભાવનગરના ભાગમાં વરસાદી ઝાપટા થોડા વધુ રહેશે. આ ઉપરાંત પણ બૈગાળની ઉપરસાગરની શાખા તા.૧૫- ૧૬ સપ્ટેમ્બર આસપાસ પુર્વ ભારત તેમજ બંગાળની આસપાસના ભાગોના ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
આ મજુબત સિસ્ટમ પૂર્વિય મધ્યપ્રદેશ સુધી આવતા આ ભાગમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. સામાન્ય રીતે તા.૧૭ સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના કેટલાક ભાગમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે પણ એક પછી એક બંગાળની ઉપરસાગરની સિસ્ટમો અરબ સાગરનો ભેજને કારણે હજી પણ રાજસ્થાનમાં બનતા સાઈક્લોનને થોડા પાછા ધકેલી શકે છે એટલે હજી મધ્યપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
તા.૧૭મી સપ્ટેમ્બરે ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તા.૧૮થી ૨૦ સપ્ટેમ્બરમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. જેમા બંગાળ ઉપસાગરની સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને પૂર્વ રાજસ્થાનના ભાગમાં જત્તા પૂર્વિય ગુજરાતના ભાગ, પંચમહાલ આ ઉપરાંત સાબરકાંઠા, ઉત્તર ગુજરાત અને મથ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રેહશે, કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે એટલે સપ્ટેમ્બરમાં સામાન્ય રીતે ચોમાસાની વિદાય લેતી હોય છે, પરંતુ વરસાદી ઝાપટા રહી શકે છે. વરસાદી ઝાપટા અંબાજી દાતા ડુંગરાના ભાગમાં પણ થઈ શકે છે. તા. ૨૨, ૨૩,૨૪ ૨૫માં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તા.૨૭મી સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર વચ્ચે હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તા.૧૦મી ૧૩ ઓક્ટોબરમાં બંગાળના સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે.