અંબાલાલ પટેલની આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટીના વરસાદની આગાહી કરી છે જેમાં તેમણે ગુજરાતમાં કયારે કયાં જિલ્લામાં પ્રિ મોન્સુન એક્ટિંવીટીનો વરસાદ પડશે તેની માહિતી આપી હતી.
અંબાલાલ પટેલની આગાહી મુજબ પ્રિ મોન્સુન એક્ટિંવીટીનુ હવે જોર વધશે, સાથે આંધી -વંટોળ સાથે હવે ગુજરાતના ધણા વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટી નો વરસાદ શરૂ થઈ જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ૧ થી ૧૦ જુનમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટી જોવા મળશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે.તેમજ અમદાવાદ અને ગાંધીનગર માં પણ વરસાદની આગાહી કરી છે.
રોહિણી નક્ષત્રના પાછલા ચરણમાં વરસાદ થવાથી આગામી ચોમાસાની ગતિવિધી નિયમિત રહેવાની આગાહી છે. જોકે, હાલમાં આકાશ ધીરે-ધીરે ગર્ભવા લાગ્યું છે. અંબાલાલે જણાવ્યું છે કે આગામી મહિનામાં સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે.
કેરલમાં ચોમાસાની એન્ટ્રી, ગુજરાતમાં ચોમાસું કયારે ?
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની કેરળમાં એન્ટ્રી, ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગો તરફ વૈધી રહ્યું છે સૌરાષ્ટ્ર, દક્ષિણ,ઉત્તર-મધ્ય ગુજરાતમાં 15થી 20 જૂન સુધીમાં ચોમાસાનો પ્રવેશ થશે. તો કચ્છમાં પણ 25 થી 30 જુનમાં ચોમાસું પહોંચી જશે તેવું અનુમાન છે. ગુજરાતમાં બે તબક્કામાં વાવણી લાયક વરસાદની સંભાવના છે.