રાજ્યના ઘણા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનો રાઉન્ડ પૂરો થવા જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે 03, 04અને 05 તારીખે હરી ભારે વરસાદના રાઉન્ડની આગાહી કરી છે.જેમા બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ બની અને આજે તે વેલમાકૅ લો પ્રેશર સિસ્ટમ મા ફેરવાઈ વધુ મજબૂત બની ને પશ્ચિમ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહી છે જેના કારણે 3 સપ્ટેમ્બર થી વરસાદ નો રાઉન્ડ આવશે.
03 સપ્ટેમ્બરમાં ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ
સૌથી પહેલાં સિસ્ટમ ની અસર દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદથી થશે જેમાં સુરત વલસાડ નમૅદા નવસારી ડાંગ તાપી અંકલેશ્વર દાહોદ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર જિલ્લામાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે ત્યાંર બાદ અન્ય વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ શરૂ થઈ જાય તેવી શક્યતા છે.
04 તારીખે કયા કયા જિલ્લામાં વરસાદની સંભાવના
વરસાદનાં વિસ્તારમાં વધારો થશે જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે જ્યારે કચ્છમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર જીલ્લામાં વધુ વરસાદની સંભાવના છે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 5,6 તારીખે છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
05 તારીખે ભારે વરસાદની આગાહી
સિસ્ટમ વધુ મજબૂત બની ગુજરાતમાં આવશે જેમાં બે દિવસ ભારે વરસાદની સંભાવના છે 5 થી 10 ઈંચ વરસાદ વરસી શકે છે સૌથી વધુ વરસાદ ની શક્યતા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ દાહોદ છોટાઉદેપુર નમૅદા ભરુંચ ભાવનગર બોટાદ જિલ્લામાં છે તો બાકીના વિસ્તારોમાં છુટાછવાયા વિસ્તારમાં હળવા મધ્યમ ભારે વરસાદની સંભાવના છે.