રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 4, 5 અને 6 તારીખમાં અત્યંત ભારે વરસાદની કરવામાં આવી રહી છે. ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં મેધરાજા મનમુકીને વરસી રહ્યા છે હજું આજે પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આજે 04 તારીખે આટલા વિસ્તારમાં ભારે વરસાદ
આજે 4 તારીખે ધણા વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી, ડાંગ, વલસાડ, નમૅદા જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા દાહોદ છોટાઉદેપુર પંચમહાલ જિલ્લામાં પણ ગાજવીજ સાથે મધ્ય થી ભારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અરવલ્લી મહેસાણા જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છુટાછવાયા વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર જીલ્લામાં વરસાદ નું જોર વધારે રહેશે.
05 તારીખે પણ ભારે વરસાદની આગાહી
05 તારીખે પણ દક્ષિણ મધ્ય ઉત્તર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ખાસ કરીને ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ વડોદરા નવસારી ડાંગ સુરત ભરૂચ નમૅદા જિલ્લામાં મધ્યમ થી ભારે વરસાદની સંભાવના રહે લી છે તો બાકીના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે અમુક સિમિત વિસ્તારમાં અતિભારે વરસાદ પડી શકે છે જેમાં 10 ઈંચ સુધી વરસાદ ની શક્યતા છે.
06 તારીખે આટલા વિસ્તારમાં વરસાદ
આ રાઉન્ડ લાબો ચાલશે એટલે ધણા બધા વિસ્તારમાં સારા વરસાદ નોધાશે, અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે દક્ષિણ પૂર્વ મધ્ય ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.