ચોમાસું હવે ધીરે ધીરે ગુજરાત નજીક આવી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે પ્રિ મોન્સુન એક્ટિંવીટી ના વરસાદની આગાહી કરી છે જેમાં ગુજરાતના ધણા બધા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.તો કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે ચોમાસું હાલ ગોવા સુધી પહોંચી ગયું છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે ગુજરાતમાં 2-3 દિવસ વહેલું આવવાની શક્યતા છે.
આજે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
હવામાન વિભાગે આજે છુટાછવાયા વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરા અને નગરહવેલી, દાહોદ, છોટાઉદેપુર, નમૅદા જેવા જિલ્લામાં હળવો વરસાદ વરસવાની શક્યતા છે.
07 જુનમાં ક્યાં ક્યાં વરસાદ
7 તારીખે પ્રિ મોન્સુન એક્ટિંવીટીનો વરસાદ સુરત, વલસાડ, નમૅદા, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા અને સૌરાષ્ટ્ર ના જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં વરસાદની સંભાવના છે.
08 જુનમાં ક્યાં ક્યાં વરસાદ
8 તારીખે વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થાય તેવી શક્યતા છે જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલી, જુનાગઢ, ભાવનગર ની સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પણ સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત,વલસાડ, નમૅદા,નવસારી, તાપી,ડાંગ,ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે