રાજયમાં ફરી એક વખત વરસાદનો માહોલ જામ્યો છે. ત્યારે હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા 18 મી તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
13થી 18 ઓક્ટોબરની વચ્ચે વધુ એક માવઠાનો રાઉન્ડ થવાની શક્યતા છે. આ માવઠાને કારણે નુકસાન થવાની સંભાવના છે. કારણ કે, હાલ પાકનું હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે. જેથી પાકમાં નુકસાન થઈ શકે છે, અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બની છે તે ડિપ્રેશન અને ત્યાર બાદ ડિપ ડિપ્રેશન સુધી મજબૂત બની ને ગુજરાત નજીક થી પસાર થશે જેથી વરસાદની સંભાવના છે.સાથે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બનશે તેની અસર ગુજરાતમાં જોવા મળશે તેવી શક્યતા છે.
13 થી 18 આટલા વિસ્તારમાં માવઠું
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નું જોર રહેશે, જેમાં ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર રાજકોટ સુરત ભરૂચ નમૅદા ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લામાં હળવા મધ્યમ ભારે વરસાદની સંભાવના છે તો બોટાદ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી જિલ્લામાં હળવા છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે
કચ્છમાં છુટાછવાયા વિસ્તારમાં રાપર ભુજ ભચાઉ ગાંધીધામ મુદ્રા માંડવી નલીયા ખાતે વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા વાવ રાધનપુર અંબાજી થરાદ ધાનેરા તાલુકાના વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે બાકીના મહેસાણા અરવલ્લી પાટણ અમદાવાદ ખેડા દાહોદ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ મહીસાગર ગાંધીનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ જોવા મળે તો હળવા થી સામાન્ય વરસાદની શક્યતા છે.