પરેશ ગૌસ્વામીએ વરસાદ ના નવા રાઉન્ડ ને લય મોટી આગાહી કરી છે સાથે જણાવ્યું હતું કે ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેવાના મુડમાં નથી.જે વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે. તેમાં લો-પ્રેશરના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. જે અંગે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, લો-પ્રેશરના લીધે ગુજરાતના ઘણાં ભાગોમાં વરસાદ નોંધાયો હતો. હવે ગુજરાતમાં ૧૩ તારીખ સુધી વરાપ જોવા મળશે.
13 થી 17 સપ્ટેમ્બર નવો રાઉન્ડ
પરેશ ગૌસ્વામીએ ફરી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ બનશે જેથી ગુજરાતમાં વરસાદ નો સારો રાઉન્ડ આવી શકે છે, આ રાઉન્ડ સાવૅત્રીક નહીં હોય છુટાછવાયા વિસ્તારમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે.
ખાસ કરીને આ વરસાદી રાઉન્ડ દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નમૅદા દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ બોરસદ દહેગામ ગોધરા મહીસાગર લુણાવાડા પંચમહાલ અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
15 સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ગમેત્યારે ચોમાસું વિદાય લઈ લેતું હોય છે. પરંતુ હાલ બંગાળની ખાડીમાં જે હલચલ છે તેને જોતા ગુજરાતમાંથી ચોમાસું મોડી વિદાય લઈ શકે છેપરેશ ગોસ્વામી એ કહ્યું કે, સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થાય તે પછી ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેવું અનુમાન હાલ દેખાઈ રહ્યું છે. આવામાં સપ્ટેમ્બર મહિનામાં હજુ પણ બેથી ત્રણ ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ આવી શકે છે.