14,15,16 તારીખે વરસાદની આગાહી,આજે આટલાં વિસ્તારમાં કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી
આજે ગુજરાતના ધણા જિલ્લામાં વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર, કચ્છ,ઉત્તર,મધ્ય,પૂર્વ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે .ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદની આગાહી કરી છે.
આજે આટલા વિસ્તારમાં વરસાદની આગાહી
આજે 20 જિલ્લામાં વરસાદની આગાહી છે જેમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ,અને જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જ્યારે દ્વારકા, પોરબંદર,ગીર સોમનાથ, મોરબી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, વલસાડ, નમૅદા, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની પવન સાથે વરસાદની સંભાવના છે.
15 તારીખે વરસાદની આગાહી
15 તારીખે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે જેમાં ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી,જુનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા,અને કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા ની સાથે દાહોદ, છોટાઉદેપુર, નમૅદા નવસારી જેવા જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
16 તારીખે વરસાદની આગાહી
16 મે દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે અમુક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે જેમાં ગુજરાત ના 15 જેવા જિલ્લામાં વરસાદ નોંધાયો છે ગાજવીજ સાથે ભારે પવન સાથે કમોસમી વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે સાથે ખેડૂત ના પાકને નુકસાનની ગય છે.