પરેશ ગૌસ્વામીની આગાહી
ગુજરાતમાં સતત વરસાદની આગાહી કરાઈ રહી છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા સિઝનના સૌથી મોટા અને સારા વરસાદી રાઉન્ડ અંગે નવી આગાહી કરી છે. સાથે જ આ દરમિયાન બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની છે જેના કારણે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.સાથે સાવૅત્રીક વરસાદની પણ આગાહી પરેશ ગૌસ્વામીએ કરી છે
પરેશ ગૌસ્વામીએ 13 થી 15 જુલાઈમાં હળવા છુટાછવાયા વરસાદની આગાહી કરી છે સાથે દક્ષિણ ગુજરાતમાં સારાં વરસાદની આગાહી કરી છે જેમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી જેવા જિલ્લામાં હળવો મધ્યમ વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા વિસ્તારમાં છુટાછવાયા ઝાપટા થી હળવા વરસાદની સંભાવના છે.
16 થી 24 જુલાઈની આગાહી
પરેશ ગૌસ્વામીએ 16 થી વરસાદનો રાઉન્ડ શરૂ થશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. જેમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે તો બીજી તરફ અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે ધણા ડેમો ઓવરફ્લો થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
16 તારીખે થી વરસાદ નો રાઉન્ડ આવશે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય બનશે અને ગુજરાત સુધી પહોંચતાં તે ડિપ્રેશન અને ડિપ ડિપ્રેશનમા ફેરવાઈ જાય તેવી શક્યતા છે જેથી ગુજરાતમાં સાવૅત્રીક વરસાદ જોવા મળશે. અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે અને આ રાઉન્ડ આ સિઝનનો સૌથી મોટો રાઉન્ડ હશે તેવું પરેશ ગૌસ્વામી નું અનુમાન છે.
15 અને 16 તારીખે ક્યાં ક્યાં વરસાદ
15 તારીખે રાત્રે વરસાદની એન્ટ્રી થઈ જશે જેમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગ તાપી સુરત ભરૂચ નમૅદા વલસાડ સાથે દાહોદ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર જેવા જિલ્લામાં વરસાદ નોંધાશે.
16 તારીખે થી વરસાદનું જોર વધશે, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના છે ડાંગ તાપી સુરત ભરૂચ વલસાડ અને દમણમાં અતિભારે વરસાદ પડી શકે છે તો દાહોદ છોટાઉદેપુર વડોદરા નમૅદા પંચમહાલ જિલ્લામાં મધ્યમ ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મધ્યમ ભારે વરસાદની ચેતવણી આપી છે જ્યારે કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા છે.