અંબાલાલ પટેલની મોટી આગાહી
ભંગાળના ઉપસાગર સુધી હોય તો ગુજરાતમાં સારો વરસાદ લાવે. મોનસુન જેમ નજીક તેમ ગુજરાતમાં સારો વરસાદ થાય. મોનસુન ધરી સરકીને ઉત્તર ભારત તરફ જતી રહે તો વરસાદમાં બ્રેક કંડીશન લાગે. ચોમાસું બ્રેક મારે. હવે વરસાદ અંગે જોત્તા ૮-૯ જુલાઈ કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની વકી રહેશે. બંગાળનાં ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે, જેને કારણે ઓરિસ્સા થઈને ઉત્તર ભારત તરફ જુના આ સિસ્ટમ સરકીને મધ્ય પ્રદેશ સુધી આવતા ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.
17,18,19 જુલાઈમાં ભારે વરસાદની આગાહી
તારીખ ૧૦,૧૨ મા અષાઢી ચોથ -પાંચમ મા વિજળી થવાની શક્યતા રહેશે, ૧૭,૧૮,૧૯ જુલાઈમાં મહારાષ્ટ્ર- મુંબઈમાં સારો વરસાદ થવાની શક્યતા છે આ સમયગાળામાં દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવનાં રહેશે.
દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આણંદ, વડોદરા, નસવાડી, સાપુતારા ભરૂચ વગેરેમાં કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહશે. મધ્ય ગુજરાતમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદની વડી રહેશે. પંચમહાલના ભાગ, સાબરકાંઠા ભાગ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગ, મહેસાણા, વિસનગર, સિધ્ધપુરના ભાગો, સમી હારીજમાં વરસાદની શક્યતા રહેશે. અમદાવાદ, સાણંદ, વિરમગામ, ધોળકા, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની શક્યતા છે
પુનર્વસુ નક્ષત્ર
પાંચમી જૂલાઈ ના રોજ રાત્રે ૧૧ કલાક અને ૪૧ મિનીટે સૂર્યનું પુનર્વસુ નક્ષત્ર બેહુ જેનુ વાહન હાથી છે. હાથી ને પાણી ગમતુ હોઈ આવેલ નક્ષત્રમાં ગુજરાતમાં રેઈનફોલ એક્ટીવીટી ચાલુ રહેશે. ૧૮ જુલાઈ સુધી આ નક્ષત્ર રહેશે. જોકે હજુ સુધી આ નક્ષત્રમાં પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સિવાયના ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં ખાસ વરસાદ જોવા મળ્યો નથી. આનું કારણ એ છે કે બંગાળની ખાડીમાં હાલ કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ નથી