બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય
બંગાળની ખાડીમાં 15 જુલાઈ ના રોજ સિસ્ટમ સક્રિય થવાની છે જેના કારણે ગુજરાતમાં 15 થી 20 તારીખ અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના છે . સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થાય તેવી શક્યતા છે જેના કારણે ગુજરાતમાં 10 થી 15 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ગય કાલલે પણ સૌરાષ્ટ્ર, કચ્છ ઉત્તર દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો આજે 11 જુલાઈ ના રોજ થી વરસાદમાં ધટાડો જોવા મળશે તેવી શક્યતા છે પરંતુ અમુક વિસ્તારોમાં મધ્યમ હળવા વરસાદની સંભાવના છે 15 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ જોવાં મળશે છુટાછવાયા વિસ્તારમાં તેવું અનુમાન છે.
15 અને 16 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
15 જુલાઈથી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનશે જેના કારણે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને છુટાછવાયા વિસ્તારમાં વરસાદની શરુઆત થઈ જાય તેવી શક્યતા છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે તો મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ હળવા વરસાદની સંભાવના છે.
17,18,19 તારીખે મેધ–તાંડવ
17 તારીખે થી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે જેના કારણે તેની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળશે તેવી શક્યતા છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્રમાં ભાવનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને બોટાદ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે અમુક વિસ્તારોમાં 10-15 ઈંચ જેટલો જંળબબાકાર વરસાદ પડી શકે છે.બાકીના ભાગોમાં મધ્ય પૂર્વ ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે કચ્છમાં પણ સારો વરસાદ પડી શકે છે.