Heavy rain: ગુજરાતના ઘણા જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે. હજુ પણ 2 દિવસ માટે વરસાદની આગાહી કરિવામાં આવી રહી છે. જેમાં 19 અને 20 તારીખે ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં મેધ-તાંડવ જોવા મળશે.
19 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં રેડ એલર્ટ
આજે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના છે જેમાં જુનાગઢ માણાવદર વંથલી કોડીનાર કેશોદ અમરેલી ખાંભા ગીર રાજકોટ ઉપલેટા જસદણ ધોરાજી કાલાવડ ભાનવડ પોરબંદર દ્વારકા જામનગર સહિતના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે અમુક વિસ્તારોમાં 10 ઈંચ થી વધુ વરસાદની સંભાવના છે.
જ્યારે કચ્છમાં ભુજ ભચાઉ ગાંધીધામ મુદ્રા માંડવી નલીયા દરીયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની સંભાવના છે જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ જેવા જિલ્લામાં ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
20 તારીખે બારે મેઘ ખાંગા થશે
ગુજરાત ઉપર સાયક્લોનિક સરકયુલેશન સક્રિય છે જેના કારણે 2 દિવસ થી મુશળધાર વરસાદ પડી રહ્યો છે 20 તારીખે પણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીર સોમનાથ પોરબંદર દ્વારકા રાજકોટ જામનગર જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે બાકીના સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર મોરબી જિલ્લામાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ છુટાછવાયા વિસ્તારમાં તો દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે.